Business

શેલ્બી હોસ્પિટલમાં હવે ઘૂંટણની સર્જરી રોબોટિક પદ્ધતિથી થશે

શહેરની જાણીતી શેલ્બી હોસ્પિટલમાં ઘૂંટણ અને હિપની સર્જરી રોબોટિક પદ્ધતિથી પણ કરવામાં આવશે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા ડૉ. કૌશિક પટેલ 1 ફેબ્રુઆરી 2026થી શેલ્બી હોસ્પિટલ સાથે જોડાઈ રહ્યા છે. ડૉ. કૌશિકના જોડાવાથી શેલ્બી હોસ્પિટલમાં હવે રોબોટિક ની (Knee) અને હિપ (Hip) રિપ્લેસમેન્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે.

ડૉ. કૌશિક પટેલ છેલ્લા 15 વર્ષથી સુરતમાં કાર્યરત છે અને અગાઉ સહજાનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. તેઓ અત્યાર સુધીમાં 7000 જેટલી રોબોટિક સર્જરીઓ સફળતાપૂર્વક કરી ચૂક્યા છે. તેમની શૈક્ષણિક લાયકાત અને તાલીમ પણ અત્યંત ઉચ્ચ સ્તરની છે. તેમણે એમ.એસ. (ઓર્થોપેડિક)નો અભ્યાસ ઈન્દોરથી પૂર્ણ કર્યો છે. તેમજ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં વિશેષ ફેલોશિપ તેમણે મુંબઈ, અમદાવાદ અને કેનેડા ખાતેથી મેળવી છે.

આ અંગે વાત કરતા ડૉ. કૌશિક પટેલ જણાવે છે કે, સમગ્ર ગુજરાતમાં રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ ગણ્યા-ગાંઠ્યા સેન્ટરો પર જ થાય છે અને સુરતમાં અમે આ અત્યાધુનિક પદ્ધતિથી મોટી સંખ્યામાં સર્જરી કરી રહ્યા છીએ. શેલ્બીમાં બે-બે રોબોટિક મશીનોની ઉપલબ્ધતાથી દર્દીઓને વધુ ચોકસાઈપૂર્વક સારવાર આપી શકાશે. રોબોટિક પદ્ધતિ વિશે વધુ જણાવતા ડો. કૌશિક પટેલે કહ્યું, આ એક પ્રકારની કમ્પ્યૂટરાઈઝ્ડ પદ્ધતિથી છે. તેની મદદથી ઘૂંટણ કે હિપમાં જોઈન્ટનું એલાઈન્ટમેન્ટ અને બેલેન્સિંગ વધુ ચોક્સાઈપૂર્વક કરી શકાય છે. જેના લીધે ઓપરેશન કર્યા બાદ દર્દીને વધુ સારું રિઝલ્ટ લાંબા સમય સુધી મળે છે.

ડૉ. કૌશિક પટેલના આ નવા પ્રારંભથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા અન્ય રાજ્યો અને દેશ-વિદેશથી આવતા દર્દીઓને રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ થશે.

Most Popular

To Top