ગાંધીનગર: ઉત્તરીયથી ઉત્તર પૂર્વીય પવનની અસર હેઠળ રાજ્યમાં આજે ઠંડીનો ઠંડીનો પારો અચાનક 2થી 3 ડિગ્રી નીચે ઉતરી ગયો હતો. જેના પગલે સૌરાષ્ટ્રમાં ઠંડી વધી ગઈ હતી. ખાસ કરીને અમરેલીમાં આજે 9.6 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. એક સપ્તાહ સુધી આમ જ ઠંડી રહેશે, તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.
અમદાવાદ અને ગાંધીનગરમાં સાંજે તથા વહેલી સવારે શીત લહેરની અસર જોવા મળી હતી. રાજ્યમાં ખાસ કરીને ભૂજ, નલિયા, ભાવનગર, સુરેન્દ્રનગર, ડીસા, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર અને વડોદરામાં 2થી 3 ડિગ્રી સુધી ઠંડીનો પારો નીચે ઉતરી ગયો હતો.
હવામાન વૈજ્ઞાનિકોના અનુસાર રાજ્યમાં આજે દિવસ દરમ્યાન તાપમાન સ્હેજ ઊંચું રહ્યું હતું. ઠંડીના આંકડા પર નજર કરીએ તો ભૂજમાં 16 ડિ.સે., નલિયામાં 11 ડિ.સે., કંડલા પોર્ટ પર 15 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 14 ડિ.સે., અમરેલીમાં 9.6 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે., રાજકોટમાં 13 ડિ.સે., મહુવામાં 14 ડિ.સે., કેશોદમાં 14 ડિ.સે., અમદાવાદમાં 14 ડિ.સે., ડીસામાં 13 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 16 ડિ.સે., વડોદરામાં 15 ડિ.સે. અને સુરતમાં 15 ડિ.સે. જ્યારે દમણમાં 16 ડિ.સે., લધુત્તમ તાપમાન નોંધાયું હતું.