ઓસ્ટ્રેલિયાના પૂર્વીય કાંઠાના વિસ્તારોમાં તોફાન સાથે ભારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે અને ઉત્તરપશ્ચિમ સિડનીમાં હજારો લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે તૈયાર રહેવા જણાવાયું છે.
આ તોફાની વરસાદની સૌથી વધુ અસર ન્યૂસાઉથવેલ્સ પ્રાંતમાં થઇ છે. એક સદી જેટલા સમયનો સૌથી તોફાની વરસાદ અહીં ઝિંકાયા બાદ અનેક કાઉન્ટિઓમાં પૂર આવ્યા છે અને કેટલાક ઘરો પણ પાણીના પ્રવાહમાં ખેંચાઇ ગયા હોવાની માહિતી મળે છે.
જો કે હજી સુધી કોઇ જાનહાનિના અહેવાલ મળ્યા નથી પણ વ્યાપક નુકસાન થયું હોવાનો અંદાજ છે. આ ભારે વરસાદને કારણે રસીકરણ કાર્ય પર પણ અસર થઇ છે.
ફેડરલ સરકારે જણાવ્યું છે કે આ વરસાદને કારણે સીડની તથા ન્યૂસાઉથવેલ્સના વિવિધ વિસ્તારોમાં ૧બી તબક્કા માટે રસી પહોંચાડવાના કાર્યને વિપરીત અસર થઇ છે.