Charchapatra

અરવલ્લી જ નહિ બધા જ પહાડો અને જંગલો સુરક્ષિત કરવાની તાતી જરૂર

છેલ્લાં થોડાં વર્ષોમાં જે રીતે પહાડો અને જંગલો કાપીને રસ્તા બનાવામાં આવ્યા જેનું પરિણામ આપણે નોર્થ ઈસ્ટ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે ચોમાસામાં જોયું. ઘણા પહાડો જમીનદોસ્ત થઈને ખીણમાં તૂટી પડ્યા. સેંકડો માણસો મૃત્યુ પામ્યાં. પર્યાવરણને અપાર નુકસાન થઈ ચૂક્યું છે. મોટાં શહેરોનો AQI 400 ની ઉપર જઈ રહ્યો છે. એટલું જ નહિ,નાનાં શહેરોનો AQI પણ 200ની ઉપર જઈ રહ્યો છે.

લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ફેફસાંના રોગો થાય છે. એટલે હવે પર્યાવરણને વધુ નુકસાન થતું અટકાવવા બાકી રહેલા પહાડો અને જંગલોને સુરક્ષિત જાહેર કરવાની તાત્કાલિક જરૂર છે. નહિ તો પછી દેશનાં લોકો જાતજાતના રોગથી પીડાતાં થઈ જશે અને આયુષ્યમાં પણ ઘટાડો થશે. માટે સરકાર જો પગલાં નહિ લે તો પ્રજાએ જાગ્રત થઈને સરકારને પગલાં લેવાની ફરજ પાડવી જોઈએ.
નવસારી –  દોલતરાય એમ. ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top