પતંગની શોધ ચીનમાં થઇ હતી ત્યાંથી સંસ્કૃતિના વિકાસ સાથે ઉત્તર ભારતમાં જેવા કે આગ્રામાં આવી ત્યાંથી ગુજરાતમાં ખંભાતમાં પહોંચી ત્યાંથી સુરત નજીક રાંદેરમાં પહોંચી. રાંદેરમાં તો ઘરે ઘરે ગૃહ ઉદ્યોગ બની ગયો હતો તેમાંથી ઘણી બહેનોને રોજીરોટી મળતી હતી ત્યાંથી હાલમાં ડબગરવાડ તથા કોટસફિલ રોડ સુધી સીમિત થયો. પતંગ આવે એટલે માંજાની પણ વાત આવે પહેલા ડબગરવાડમાં સામ સામે 2 થાંભલા બાંધી તેના પર દોરી લપેટતા અને ત્યારબાદ લુંદી વડે ઉભા ઉભા માંજો ઘસતા.
બાદ સમય વિતતા કલરવાળો માંજો આવ્યો મને ખ્યાલ છે કે તેને ડોગો કહેતા હતા ડોગામાં ફીરકુ નાંખી સામે મોટા રેટિયો જેવો ફીરકા પર ગોળ ગોળ ફેરવતા માંજો ઘસાતો અસલ માંજામાં લીસાટ લાવવા કે કડક બનાવવા માટે ઇંડુ અને કાચની બાટલીનો ભુક્કો (બારીક) નાંખી તેને અનુકૂળતા પ્રમાણે ઘસતા ત્યારબાદ ડબગરવાડમાંથી ધીમે ધીમે આ ઉદ્યોગ કોટસફિલ રોડ પર પણ ચાલુ થયો હવે હાલમાં દોરી પર માંજો ચઠાવવા ઠેર ઠેર ગલીના નાકે થાય છે.
સુરત – મહેશ ડોક્ટર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.