National

હવે, 10 મિનિટમાં ડિલીવરી નહીં મળે, બ્લિન્ક્ટિે ફિચર્સ દૂર કર્યું, સ્વીગી-ઝોમેટો પણ..

સરકારે 10 મિનિટમાં ડિલિવરી મામલે દેશવ્યાપી પહેલ શરૂ કરી છે. સરકારની પહેલને પગલે બ્લિંકિટ હવે 10 મિનિટમાં ડિલિવરી ફિચર્સને દૂર કરી રહ્યું છે.

સરકાર હવે ક્વિક કોમર્સના 10-મિનિટ ડિલિવરી મોડેલ અંગે કડક બની છે. ડિલિવરી બોયની સલામતી સુનિશ્ચિત કરવા માટે સરકારે હસ્તક્ષેપ કર્યો છે. સરકારના હસ્તક્ષેપ બાદ બ્લિંકિટે તમામ બ્રાન્ડ્સમાંથી 10-મિનિટ ડિલિવરી સુવિધા દૂર કરવાની જાહેરાત કરી છે.

શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ ક્વિક કોમર્સ સેક્ટરમાં કાર્યરત કંપનીઓ સાથે આ મુદ્દા પર ચર્ચા કરી હતી. પરિણામો હવે આશાસ્પદ દેખાઈ રહ્યા છે. બ્લિંકિટ તેની તમામ બ્રાન્ડ્સમાંથી 10-મિનિટ ડિલિવરી સુવિધા દૂર કરી રહી છે.

સૂત્રો સૂચવે છે કે અન્ય કંપનીઓ ટૂંક સમયમાં આવી જ જાહેરાતો કરી શકે છે. બધી કંપનીઓએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ખાતરી આપી છે કે તેઓ તેમની બ્રાન્ડ જાહેરાતો અને સોશિયલ મીડિયા પરથી 10 મિનિટની ડિલિવરી સમયમર્યાદા દૂર કરશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટોના અધિકારીઓ સાથે વાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

મનસુખ માંડવિયાએ આ કંપનીઓના અધિકારીઓને ડિલિવરી સમય મર્યાદા દૂર કરવા વિનંતી કરી હતી. કેન્દ્રીય મંત્રી સાથેની ચર્ચામાં બધી કંપનીઓ તેમની જાહેરાતોમાંથી સમય મર્યાદા દૂર કરવા સંમત થઈ હતી. નોંધપાત્ર રીતે 10 મિનિટના ડિલિવરી સમયગાળા સામે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેનાથી ડિલિવરી બોયની સલામતી અંગે ચિંતાઓ ઉભી થઈ હતી.

Most Popular

To Top