પતંગ ઉઠાવી ચાંચમાં ઓલી ચકલી ઊડી આકાશ
હૈયાને કોઈએ હળી કરી થયો સંક્રાંતિનો આભાસ
ઉત્તરાયણમાં પુરુષોની અને નવરાત્રીમાં બહેનોની ‘ઈમ્યુનિટી’ કેવી રીતે વધે છે, એ શોધવા કોઈ વૈજ્ઞાનિક પૃથ્વી ઉપર હજી પાક્યો નથી. ઉત્તરાયણમાં પુરુષોના બાવડા થનગને ને નવરાત્રીમાં બહેનોના ઘૂંટણિયા..! નવરાત્રીમાં માતાજી દેખાય ને ઉત્તરાયણમાં આકાશ..! મઝાની વાત એ છે કે, આઝાદીને માંડ ૧૦ મું બેઠેલું હશે, ત્યારે ૧૯૫૭ માં AVM મદ્રાસ પ્રોડક્ષન દ્વારા ‘ભાભી’ ફિલ્લમ પ્રગટ થયેલી.
આ ફિલ્લમમાં આમ તો કરુણ રસનું જ મોળવણ વધારે હતું. જે કોઈ આ ફિલ્મ જોવા જાય એની આંખમાં ચોમાસું આવી જાય. મરચાની ભૂકીનું સ્પ્રે છાંટતાં હોય એમ, લોકો રડતાં રડતાં બહાર નીકળતાં. રડવા માટે જ પ્રેક્ષકો ટીકીટ લઈને ‘ભાભી’ જોવા જતાં. પણ ફિલ્મમાં ચિત્રગુપ્ત જેવા સંગીતકાર અને લતા-રફીજીની કામયાબ સ્વર-જોડીની કરામત હતી. એટલે રણમાં વીરડી ફૂટે એમ, ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે’નું એક ગીત પણ આવતું. આ ગીતને ૬૯ વરસ થયાં છતાં, આજે પણ પતંગ જુએ ને હોઠમાંથી આ ગીત પ્રસવ થવા માંડે.
કંઈ કેટલીય ભાભીઓ પણ ધાબે ચઢીને ફિરકી ફેરવતાં આ ગીત લલકારે..! અને તમને તો ખબર છે કે, લોકોનો ગીત ગાવાનો ટેસડો કેવો હોય? એની જાતને, તહેવાર જોઇને ગળું ખંખેરે..! ચાંદો જુએ એટલે ‘તું મેરા ચાંદ મૈં તેરી ચાંદની’ની તાન છેડે..! ડુંગરા જુએ એટલે, ‘મૈં તો ડોલતો ડુંગર દીઠો રે’નું ગીત કાઢે અને ભેંસ જો દેખાઈ ગઈ તો, ભેંસનાં ગીત કાઢે ‘‘મેરી ભેંસકો ડંડા કયું મારા..!’ એમ પતંગ જોઇને પતંગનું ગીત કાઢે ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે..!’ પછી તો જેવી જેની મતિ ચમનિયા..! પણ મકરસક્રાંતિ આવે એટલે, આ ગાયન ઉત્તરાયણની આરતીની જેમ ગૂંજવા માંડે. તંઈઈઈઈ..?
ઉત્તરાયણનો આ પ્રભાવ છે. નખશીખ દેખાતો સજ્જન પણ, ‘ક્રાઈમ’ના રવાડે ચઢી ગયો હોય એવો લાગે. પતંગવીર બની, ધાબે ચઢી ધિંગાણાં કરવા માંડે. આપણને એવો જ દુર્ભાસ થાય કે, સુરતીઓએ વલસાડ ઉપર ચઢાઈ કરી કે શું..? કાઈપો-લપેટ-ભેરવ-ખેંચ- જેવા હિંસક બરાડા ને ભૂંગળાં એવાં વગાડે કે, ઘોડિયામાં સૂતેલા છોકરાને પણ ‘પતંગ-ગુનિયા’ થયો હોય એમ હલી ઊઠે..! બાળકને માંડ પરીનાં સ્વપ્નાં આવતાં હોય એ પણ વિંખાઈ જાય..!
મકરસંક્રાંતિ એટલે શુરાતન સાથેનો સામાજિક કોમેડી શો..! હસતાં હસતાં કાપાકાપીની પતંગબાજી થાય. બાજુવાળા સાથે ભલે વાડકી-વ્યવહાર થતા હોય કે, અડધી ચાહ પીવાના સંબંધ હોય, પણ ઉત્તરાયણમાં કાપકાપીની વાત આવે તો પાડોશીને પણ નહિ છોડવાના એવું ધ્યેય..! તો જ ખુમારી ચઢે. પછી ભલે સાથે બેસીને તલના લાડુ, ઊંધિયું ઝાપટે..! ઉત્તરાયણ એટલે માત્ર ધાર્મિક કે ઋતુ-પરિવર્તનનો તહેવાર જ નહિ, મોજ-મસ્તીમાં મહાલવાનો પણ તહેવાર..!
જેમાં ચગાવનાર હીરો પણ હોય ને ખલનાયક પણ..! બેવડી ભૂમિકા નિભાવે..! જિંદગીનું પણ આવું જ છે મામૂ..! પતંગ જેવી..! પતંગને ઊંચે ચઢાવવો હોય તો દોરી મજબૂત જોઈએ ને જિંદગીને ઊંચે ચઢાવવી હોય તો તંદુરસ્તી જોઈએ. બધાને ખબર છે કે, પતંગ ચગવાથી કે કપાવાથી આકાશને કોઈ અસર થવાની નથી, છતાં તલના લાડુ, ખાણીપીણી ને ઊંધિયું ખાઈને આકાશનો દસ્તાવેજ કરવા નીકળ્યા હોય એવું જોમ કાઢે. પતંગવીરની યાર આખી ભાષા બદલાઈ જાય..! ભાષાની પથારી ફેરવી નાંખે. હુરતી ભાષામાં એવા ગગનભેદી નાદ કાઢે કે, ક્યારેક તો શબ્દકોશમાં શબ્દ પણ શોધેલો નહિ જડે..!છતાં કોઈને કોઈ વાતે માઠું નહીં લાગે.જેમ કે…..
“….. એઈઈઇ..કાઈપો, જાય..જાય..જાય..ચાંદલિયો જાય…! જો..જો ટોપા જો, પેલો ગુલાંટિયો ગિયોઓઓ..! એઈઇ જાય..! ઢેન્ઢેઢેએન.! ઓઈઇ..પેલો કાબરો આપરી બાજુ આવતો સે હંઅઅકે..! લપેટ..લપેટ…! સોડ..સોડ..! તું દોરી સોડ..! અલ્યા, તારી તે… ફિરકી કાં સોડે, ફિરકીનો દોરો સોડની..? તારા કપાળમાં કાંદા ફોડું, બીજે હું કામ ધીયાન આઈપા કરે, પતંગમાં આપ ની..! સાલ્લો..હાવ ઢિલ્લો સે તું તો ..! લેએએએ…! કપાવી મુઈકો બુચાએ…! કરાવી નાઈખું મુંડન..! “તારી તો.! ( બોસ..! આગળ જે બોલ્યો તે, લખાય એવું નથી યાર..! પણ આખું ખાનદાન ખૂંદી નાંખે…!”) આવા કોલાહોલમાં મરઘાં એવાં ઠરી જાય કે, ટૂંટિયું વળીને ટોપલામાં જ બેસી રહે, બહાર પણ નહિ નીકળે. બેસી રહે..! એ પણ સમજે કે, નાદાનકી દોસ્તી જીવકા જાન..! જે જોય તે, ઉત્તરાયણ એટલે મઝા-મસ્તી અને શુરાતનનો તહેવાર..! વિદેશી પણ દક્ષિણ ગુજરાતમાં ફિરકી દોરો પકડીને જંગે ચઢે તો સુરતી બની જાય..! ગુજલીશમાં બોલે ‘વૌઊઊ કાટ્યો..કાટ્યો, સેન્ડ સેન્ડ દોરું સેન્ડ..! તારા કપાળમાં કાંદા ફોડું..!
ઉત્તરાયણના ‘ડાયલોગ’ એટલે ભરેલાં મરચાંના શાક જેવા..! ટેસ્ટી પણ લાગે ને બેસ્ટી પણ લાગે. આકાશમાં લેપળી સાથે જેહાદી લવ થયો હોય એવો ધાબે ધાબે કોલાહોલ ઊપડે. પણ પતંગના રસિકડાને કોઈ લેવા-દેવા નહિ, સૂર્ય મકરમાં જાય કે, મગરના મોંઢામાં, પોતાનો પતંગ ક્યાં જાય એમાં જ મસ્ત..! એ ભલો ને એનો પતંગ ભલો..! જેને પતંગ ચગાવવાના ચહકડા હોય ને, એ હોસ્પિટલની પથારીમાં પણ સખણો નહિ રહે ..! પગે પ્લાસ્ટર હોય તો, પગ હલાવીને સૂતોસૂતો પણ હટપટ કરે. ‘નળી ને બાટલા પણ હલાવી નાંખે..! ઉત્તરાયણ આવે એટલે ગબ્બરસિંહના સૈનિકો ગામમાં ધસી આવ્યા હોય કે, ધાબે ધાબે આતંકવાદી છુપાયા હોય, એમ એવા બરાડા પાડે કે, ચકલા પણ ઊડવાના રૂટ બદલી નાંખે.
આ તો એના જેવું છે દાદૂ..! ‘માંહી પડ્યા તે મહાસુખ માણે, ને દેખણહારા દાઝે જો ને..!’ઉત્તરાયણ આવે એટલે ‘હેમોગ્લોબિન’ વધી જતું હોય, એમ ડોહલા પણ પેચ લગાવવા ટટાર થઇ જાય. શ્રી રામ જાણે ક્યાંથી ઈમ્યુનિટી’ આવી જાય..! શ્વાસની ફિરકીમાં માંડ માંજો બચ્યો હોય, ને છેલ્લી ઓવર ચાલતી હોય તો પણ લલકારવા માંડે, “ચલી ચલી રે પતંગ મેરી ચલી રે…! શરીરને ઉંમરનો ઢોળ ચઢ્યા પછી, પતંગને પૂંછડાં બાંધવા પણ કોઈ નહિ બોલાવે, છતાં ડોહા પણ મસ્તીમાં આવી જાય. પતંગરસિયાનાં મગજડાં ક્યારેય ઘરડાં થતાં નથી.
મેમરી ઉભરાવા માંડે કે, બે-ચાર-વારની દોરી સાથે પતંગ બાંધીને શેરીમાં કેવા દોડતા હતા? હવે તો ઘૂંટણ પણ ટણકે, ને દોડવા ગયા તો પાછળ કૂતરા દોડે..! કૂતરાઓએ ટીપું ઘી પીધું ના હોય, છતાં કૂતરાનાં ઘૂંટણિયાં ટણક મારતાં નથી. આજ સુધીમાં એક પણ કૂતરાને અમે ઘુંટણાના દુખણાને કારણે, ઢળી પડતાં જોયો નથી. સીધા જતા કૂતરાને ક્યારેય હઅઅઅડ નહિ કરવું. છંછેડવા ગયા તો, ‘કુત્તેકી જાન ખતરેમેં હૈ’નો મેસેજ દરેક કૂતરાને મળી જાય, ને હોલસેલ કૂતરાં દોડતાં થઇ જાય..! એમાં આપણે વળી રાજહઠ, બાળહઠ, સ્ત્રીહઠ જ શીખેલા, પીછેહઠવાળું તો શીખેલા જ નહિ, એટલે પાટલુન પણ બગાડે. ભરોસો નહિ…! ગૂંચવાયેલી દોરી જેવી હાલત થઇ જાય..!
લાસ્ટ બોલ
પતંગ પંજામાં હોય ત્યાં સુધી જ સજ્જન..! પાંડવની માફક સંપીને રહે. જેવો છૂટો પડે ને એવી દોરી બંધાય કે, હિંસક બની જાય. જેની સાથે પંજામાં રહ્યો હોય, એને પણ કાપે. એ બે આંખની શરમ નહિ રાખે. આપણો પતંગ આપણી બાજુવાળો જ કાપવાનો છે. એ ‘ફિલોસોફી’ સમજાવે એનું નામ ઉત્તરાયણ..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.