અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ફરી એક વખત ચેતવણી ઉચ્ચારી હતી કે જો ઈરાનના અધિકારીઓ દ્વારા પ્રદર્શનકારીઓની હત્યા કરવામાં આવશે, તો અમેરિકા સૈન્યકાર્યવાહી કરી શકે છે.એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું, ‘મેં તેમને કહી દીધું છે કે જો તેમણે લોકોને મારવાનું શરૂ કર્યું, સામાન્યતઃ તેઓ આવું કરતા હોય છે, તો અમે સજ્જડ જવાબ આપીશું. આ પહેલાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને શાંતિપૂર્ણ પ્રદર્શનો સાથે પૂરેપૂરો સંયમ જાળવવા અપીલ કરી હતી તથા નિવેદનમાં કહ્યું હતું કે,કોઈપણ પ્રકારનું હિંસક કે બળજબરીપૂર્વકનું આચરણ ટાળવું જોઈએ.
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈએ શનિવારે કહ્યું હતું કે અધિકારીઓએપ્રદર્શનકારીઓ સાથે વાત” કરવી જોઈએ, પરંતુહુલ્લડખોરોને તેમનું સ્થાન દેખાડવું જોઈએ. તાજેતરના પ્રદર્શનો તા. 28 ડિસેમ્બરથી શરૂ થયા હતા. ખુલ્લા બજારમાં અમેરિકન ડૉલરની સરખામણીએ રિયાલના (ઈરાનનું ચલણ) ભાવોમાં ભારે ઘટાડો થયો હતો, જેના કારણે તેઓ નારાજ હતા. છેલ્લા એક વર્ષમાં ઈરાની રિયાલ રેકૉર્ડ નીચલા સ્તરે ગગડી ગયો છે અને મોંઘવારી 40 ટકા સુધી પહોંચી ગઈ છે.
ઈરાનના પરમાણુ કાર્યક્રમ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે, જેની અસર ઈરાનના અર્થતંત્ર ઉપર પણ જોવા મળી રહી છે. આ તેમણે એટલા માટે કહ્યું છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી ઈરાનમાં ધાર્મિક સત્તા છે અને તેમના વિરોધમાં થયેલાં પ્રદર્શનોમાં આ શક્તિશાળી હોવાનું જણાવાય રહ્યું છે. ગુરુવારે સાંજે તેહરાના સહિત ઈરાનના બીજા સૌથી મોટા શહેર મશહદમાં શાંતિપૂર્ણ પ્રદર્શન થયાં હતાં. ઈરાનના સુરક્ષાબળોએ આ પ્રદર્શનોને અટકાવ્યાં ન હતાં.
બીબીસી ફારસીએ આ વીડિયોની પુષ્ટિ કરી છે. એક મૉનિટરિંગ ગ્રૂપના જણાવ્યા પ્રમાણે, એ પછી સમગ્ર ઈરાનમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. વીડિયો ફૂટેજમાં પ્રદર્શનકારીઓને ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈને હઠાવવાની માંગ કરતા જોઈ શકાય છે. સાથે જ તેમને છેલ્લા શાહના નિર્વાસિત દીકરા રઝા પહલવીની વાપસીના નારા લગાવતા સાંભળી શકાય છે. રઝા પહલવીએ પોતાના સમર્થકોને રસ્તા ઉપર ઊતરવાની અપીલ કરી હતી. ઇરાન પહેલા ઇસ્લામના અનુયાયીઓનો દેશ હતો જ નહીં. આ પહેલા તે પારસીઓનો દેશ હતો.
7મી સદીમાં આરબ ખલીફાઓએ પોતાની સીમાઓ વિસ્તારી, ત્યારે તેમણે ઈરાન અને તેની આસપાસના દેશો પર કબજો જમાવ્યો. 8મી સદી સુધીમાં, પારસીઓની બહુમતી ધરાવતા ઈરાનમાં ઇસ્લામિક કાયદાઓનો કડક અમલ કરવામાં આવ્યો, મોટા પાયે ધર્માંતરણ કરવામાં આવતું હતું અને જે લોકોએ ઇનકાર કર્યો હતો તેમને સજા કરવામાં આવતી હતી. લાખો પારસીઓ પોતાનો જીવ બચાવવા માટે પૂર્વ તરફ ભાગી ગયા, જેમાંથી કેટલાક ભારતમાં સ્થાયી થયા.
તુર્કો અને આરબોના વિજય પછી, ઈરાનીઓએ ઇસ્લામ અપનાવ્યો અને પોતાને શિયા મુસ્લિમ બનાવીને પોતાનું અસ્તિત્વ બચાવ્યું. એટલે જ ઇરાનની જે ખાડી છે તેને પારસની ખાડી કહેવાય છે જે પારસીઓના નામ પરથી છે. આ ખાડીને અંગ્રેજીમાં પર્સિયન સી કહેવામાં આવે છે કારણ કે પારસીઓને પણ ઇંગ્લિશમાં પર્સિયન જ કહેવાય છે. ટાઈમ મેગેઝિન અનુસાર, તેહરાનના એક ડોક્ટરે નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતું કે રાજધાનીની માત્ર છ હોસ્પિટલોમાં ઓછામાં ઓછા 217 પ્રદર્શનકારીનાં મોત નોંધાયાં છે, જેમાં મોટા ભાગનાં મોત ગોળી વાગવાથી થયાં છે.