ગુજરાતે એક અજબ દિશામાં રફતાર પકડી છે. એક તો કોઈ પણ શહેરમાં ચાર પાંચ ગુંડાઓ લાકડી, પાઈપ, સાંકળ લઇ ફિલ્મી સ્ટાઈલમાં નીકળી પડે છે અને ખુલ્લેઆમ હત્યાઓ કરે છે, મારામારી કરે છે, કોઈને અધમુઓ કરે છે. હમણાં જ એક વ્યક્તિ પર ચાર પાંચ વ્યક્તિઓએ હુમલો કર્યો અને પાછો નિર્ભય બની વીડિયો પણ બનાવ્યો. ભોગ બનનાર વ્યક્તિ હોસ્પીટલમાં દાખલ થયો.
પછી તે ભોગ બનનાર વ્યક્તિના રાજકીય, સામાજિક આગેવાનો આગળ આવ્યા અને સમાજના વ્યક્તિને ન્યાય અપાવવા સરકાર સમક્ષ રજૂઆતો કરી. ગુનેગારો પકડાય તે પહેલાં પોલીસની બદલી થઇ ગઈ અને મુદ્દો રાજકીય ચર્ચાનો વિષય બન્યો. બીજા કિસ્સામાં એક સમાજનું સંમેલન મળ્યું. આ સમાજના આગેવાનોએ ફિક્સ પગાર બંધ કરવાની વાત ના કરી, પેન્શન યોજના ચાલુ કરવાની વાત ના કરી, આઉટ સોર્સિંગ કરવાની વાત ના કરી, જાહેર હિંસા રોકવાની વાત ના કરી પણ આગેવાનોએ લગ્ન નોંધણીનો કાયદો બદલવાની અને મા બાપની સહી કરાવવાનો નિયમ ઉમેરવાની વાત કરી એટલું જ નહીં મીડિયાએ પણ આ જ વાતને ચડાવી, સરકાર પણ આ મુદ્દો વિચારી રહી છે અને કદાચ કાયદો બદલે તેવી વાતો વહેતી થઇ.
ત્રીજા કિસ્સામાં એક આધેડ પરિણીત પુરુષ સાથે એક યુવતી ભાગી ગઈ કે તેનું અપહરણ થયું તેવા સમાચાર આવ્યા. સમાજના આગેવાનોએ પોલીસ પર દબાણ ઊભું કર્યું. ભગાડી જનારની ધરપકડ થઇ. પોલીસે નિયમાનુસાર કામગીરી કરી હશે પણ છાપાંઓમાં છપાયું કે સમાજને સંતોષ થાય તેવી સજા કરવામાં આવી!( એટલે શું? કાયદા મુજબ સજા ન કરી, સમાજે કહ્યું તે મુજબની સાજા કરી?) ગુજરાતનો આ ઘટનાક્રમ નિરાશા આપે તેવો છે, દુ:ખી કરે તેવો છે. આપણે કઈ દિશામાં જઈ રહ્યાં છીએ? શું આ પ્રગતિશીલતા છે? આ વિકાસ લક્ષણ છે? આમાં સરકાર ક્યાં છે ?
જાહેર જીવનમાં હિંસા થાય, મારામારી થાય એટલે પોલીસે નિયમ અનુસાર વર્તવાનું હોય, ગુનેગારોને પકડવાના હોય અને સજા કરવાની હોય. એમાં કોઈ સમાજ જો દબાણ ઊભું કરે, રાજકીય આગેવાનો મેદાને પડે પછી જ કાયદો કામે લાગે? શું આપણે હવે આવી નવી વ્યવસ્થા ઊભી કરવાની છે? જે જ્ઞાતિઓ, સમાજો, આર્થિક, સામાજિક નબળા હોય, જેમના રાજકીય આગેવાનો ના હોય તેમને ન્યાય નહિ મળે?
કાયદો અને વ્યવસ્થાની જાળવણી આપોઆપ થાય તેને સુશાસન કહેવાય ને? કોઈ જ્ઞાતિ, સમાજ ભેગો થઈ કાયદો બદલવાનું કહે તો બદલી નાખવાનો? કે અન્ય જ્ઞાતિ, સમાજોની વાત પણ સાંભળવાની અને બંધારણ વિરુદ્ધની માંગણી હોય તો પણ સરકારે તેના પર વિચાર કરવાનો? આ કેવું?ગુજરાતમાં સમાજને નામે જાતિવાદ વકરી રહ્યો છે. વિકાસ, વિકાસ અને વિકાસના નામ પર વોટ માંગનારા આ જાતિવાદી ટોળાંશાહી સામે માથું ઝૂકવા મંડ્યા છે. કોઈ છાપાં, ચેનલ અને નેતાઓ આ સમાજના નામે થનારી દાદાગીરી સામે અવાજ નથી ઉઠાવતો. અયોગ્ય નથી.
સમાજને સંતોષ થાય તે રીતે ગુનેગારને સજા થઇ આવું છાપનારા અખબારને શરમ નથી આવતી. જે યુપી બિહારની હિંસા અને જાતિવાદના સમાચાર પર ગુજરાતીઓ હસતાં હતાં તે જ હિંસા અને જાતિવાદ ગુજરાતમાં વકરી રહ્યો છે. હવે તો ગુનેગારોને છોડવા માટે પણ સમાજ એકઠો થાય છે. અમારી જ્ઞાતિનાને જ કેમ પકડો છે? આ તો એવી વાત થઇ કે ગુનેગારોને પણ જ્ઞાતિ જોઇને પકડવાના?
‘પડે છે ત્યારે સઘળું પડે છે.’ આ વાક્ય યાદ આવ્યા વગર રહેતું નથી. આ જાતિવાદ અને સમાજના નામે થતા બ્લેકમેલિંગને અટકાવવું પડશે. સરકારે સ્પષ્ટ નીતિ અપનાવવી પડશે. મીડિયાએ આવા સામાજિક મેળાવડા અને આગેવાનોનાં નિવેદનોને મહત્ત્વ આપવાનું બંધ કરવું પડશે. બાકી ગુજરાત એક અજબ પછાત માનસિકતા તરફ ધકેલાશે..
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે