બે વાત કરવી છે, (૧) ગુજરાતના ખેડૂતોને અંદાજે રૂ 1,40,000/ કરોડનું નુકસાન ગયું, તેની સામે નાણા વિભાગ માત્ર રૂ 10,000 કરોડનું પેકેજ જાહેર કરે એ 2014માં એક ટેલિવિઝન ઉપર એડવર્ટાઈઝ આવતી હતી “હળહળતો અન્યાય” અને તે વખતના સીએમને તત્કાલીન પીએમને તમાચો મારતું કાર્ટુન બતાવવામાં આવતું એ યાદ અપાવે છે, આપણા પીએમ જ્યારે સીએમ હતા ત્યારે પણ ગુજરાતને અન્યાય અને અત્યારે પીએમ છે તો પણ અન્યાય? દેશના ઇતિહાસમાં 71 હજાર કરોડ રૂપિયાનાં ખેડૂતોનું દેવું માફ કરવાનો નિર્ણય ડો.મનમોહન સિંહ 2008માં મૌન પૂર્વક લઈ શકેલા, જેનું મૂલ્ય આજે ત્રણ લાખ કરોડની ઉપર થાય.
(૨) 2014માં ડીઝલ 56 રૂપિયા હતું આજે 90 રૂપિયા છે, પેટ્રોલ 71 રૂપિયા હતું આજે 99 રૂપિયા છે, ગેસનો બાટલો 380 હતો, આજે 1250 રૂપિયા છે, એક તોલો સોનું 24 હજારનું હતું આજે 1,40,000 છે, અને ડોલર 62 રૂપિયા હતો આજે એક ડોલરના 90 રૂપિયા છે, ચર્ચાપત્રના માધ્યમથી પૂછવાનું મન થાય વાંચનારને અને લોકોને શું મોંઘવારી ઘટી? કદાચ ટૂંકમાં દલીલ એવી થાય કે આવક વધી! જો આવક વધી હોય તો દેશના 56 ટકા બચત ખાતા ધારકોને ખાતામાં પૈસા કેમ નથી.
નવસારી- રાજન જોશી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.