Business

જીવનભરની કરોડો રૂપિયાની કમાણી દાન આપી દેતા ડો. લક્ષ્મીબાઇ

ઓરિસ્સાના સૌ પ્રથમ મહિલા ડોક્ટર માનનીય લક્ષ્મીબાઇએ ગત મહિનાની પાંચમી ડિસેમ્બરે પોતાની 100મી વર્ષ ગાંઠે મહિલાઓની કેન્સરની સારવાર માટે ભૂવનેશ્વરમાં આવેલી (Aiims)ને પોતાની જીવનભરની મૂડી એવા 3-4 કરોડ રૂપિયા દાનમાં આપ્યાના પ્રેરણાદાયી અહેવાલ છે. આ પૈસાનો ઉપયોગ ગાયનેકોલોજિકલ ઓન્કોલોજી મહિલાના કેન્સર માટે શરૂ કરવા અને કેન્સરથી બચવા અવેરનેસ પ્રોગ્રામ માટે વપરાશે. ગરીબ અને આર્થિક રીતે વંચિત હોય એવી મહિલાઓની કેન્સરની સારવાર માટે ડિપાર્ટમેન્ટને નમ્ર અપીલ કરી છે તેઓ ઓડિશાની શ્રીરામચંદ્રમાંથી મેડીકલ કોલેજના પ્રથમ MBBS બેચના પહેલાં મહિલા સ્ટુડન્ટ (1945) આખા વર્ગમાં એકમાત્ર છોકરી જેને કારણે તે સમયે એમને લિંગભેદનો કડવો અનુભવ થયેલો. 1948માં ગાયનેકોલોજીસ્ટની ઉચ્ચ ડિગ્રી મેળવી અમેરિકા પણ જોનહોપકિન્સ કોલેજમાં ભણવા ગયા. પછી 1950માં સુંદરગઢમાં પોતાની મેડીકલ કેરીઅરની શરૂઆત કરી.

1986માં બેહરામપુરની (નિવૃત્તિ પછી) પ્રોફેસર તરીકે જોડાયાં ત્યાંજ નિવૃત્તિ લીધી. ડો. એપીજે કલામ સાહેબ અને દ્રોપદી મુર્મુજીએ એમનું સન્માન કર્યું છે. જીવનની સેન્ચ્યુરી સમયે કમાયેલું સઘળું કાન કરી સમાજજીવનને એક અનોખો દાખલો બેસાડવા બદલ અઢળક અભિનંદનો.
તાડવાડી, રાંદેર રોડ – રમિલા બળદેવભાઇ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top