SURAT

સુરતીએ પીપળાના પાનમાંથી બનાવ્યો આકાશમાં ચગાવી શકાય તેવો પતંગ

  • રામપુરા ના ડિમ્પલ જરીવાળા પાસે 1 એમએમ થી લઈ 10 ઇંચ સુધીના પતંગનું અનોખું કલેક્શન

સુરત: શોખ મોટી વસ્તુ છે. પોતાનો શોખ પૂરો કરવા માટે માણસ દિન રાત પ્રયાસ કરતો હોય છે. કશુક અલગ કરવાની ખેવના માણસને સામાન્ય જનથી વિશેષ બનાવે છે. રામપુરા ના ડિમ્પલ જરીવાલા પણ આવું જ વ્યક્તિત્વ છે.

55 વર્ષીય ડિમ્પલભાઈ આમ તો પ્રિન્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ તેમના પતંગ બનાવવાના શોખના લીધે તેઓ અન્યથી અલગ તરી આવે છે. ડિમ્પલ ભાઈ ભાઈએ હથેળીમાં સમાઈ જાય પણ આકાશને આંબી જાય તેવા બોલપેન માંથી નીકળતી સહીના ટપકા જેટલા નાના પતંગ બનાવ્યા છે. આ વર્ષે ડિમ્પલ ભાઈ કાઈટ ફેસ્ટિવલમાં પીપળાના પાનમાંથી બનાવેલો પતંગ ઉડાડવાના છે.

ડિમ્પલ જરીવાલા પાસે 1 એમએમ થી લઈ 10 ઇંચ ના નાના કદના પતંગનું અનોખું કલેક્શન છે. આ પતંગ તેઓએ જાતે વેસ્ટ માંથી બનાવ્યા છે. કપાયેલા પતંગો ના કાગળ અને લાકડીના ઉપયોગથી આ પતંગો બનાવાયા છે. તેમની પાસે એક એમએમ, બે એમએમ, પાંચ એમએમ થી લઈ પાંચથી દસ ઇંચ સુધીના પતંગોનો સંગ્રહ છે.

તેમની પાસે એક પતંગ બોલપેન માંથી નીકળતા સહીના ટપકાં જેવડો પણ છે. એ પતંગ ને જોવા માટે બિલોરી કાચનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ નવાઈની વાત એ છે કે આ પતંગો બનાવવા માટે ડિમ્પલ ભાઈ માત્રને માત્ર સૂર્યપ્રકાશની મદદ લે છે.

ડિમ્પલભાઈ કહે છે કશું અલગ કરવાની ઈચ્છા ના લીધે નાના પતંગો બનાવે છે. કાઈટ ફેસ્ટિવલમાં આવેલી એક જાપાનીઝ મહિલાના આર્ટ ને જોયા બાદ તેમને આ પ્રેરણા મળી હતી. ડિમ્પલ ભાઈ પોતે પણ દર વર્ષે કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લે છે.

પતંગ વાળા ચશ્મા બનાવ્યા
ડિમ્પલ ભઈએ કહ્યું આ વર્ષે મેં ચશ્મા પર પતંગની ડિઝાઇનો બનાવી છે. ચશ્મા પર પતંગ ના ડ્રોઈંગ કર્યા છે. ઉતરાયણ માં ચશ્મા પહેરવાનો ક્રેઝ હોય કાઇટ ચશ્મા બનાવ્યા છે.

પીપળાના પાનમાંથી પતંગ બનાવ્યો
આ વખતે હું કાઈટ ફેસ્ટિવલમાં સાચા પીપળાના પાનનો પતંગ ઉડાવાનો છું, એમ જણાવતા ડિમ્પલ ભાઈએ કહ્યું કે આ પતંગ બનાવતા મને 10 મિનિટથી પણ ઓછો સમય લાગ્યો છે. સુકાયેલા પીપળાના પાન અને ઘરની બાંધી અને બસ ઉડાવવા માંડ્યો. આ પાંચ ઇંચનો પીપળાનો પાનનો પતંગ આકાશમાં ઊંચે સુધી ઉડી શકશે એવો મને વિશ્વાસ છે.

Most Popular

To Top