દેશમાં કરોડોનાં જમીન-કૌભાંડ થયા છે અને થઈ રહ્યાં છે જે તેમના કરોડોના કૌભાંડના જૂના રેકોર્ડ તોડી રહ્યું છે જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે જે સરકારની સીસ્ટમની નબળાઈઓ પ્રદર્શન કરે છે. હાલમાં જ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરે 1500/- કરોડનું જમીન કૌભાંડ કર્યું, જેના પરિણામે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ચિંતાજનક અને ગંભીર પ્રશ્ન એ છે કે આવી સરકારી ખુરશીઓ પર બેઠેલા અન્ય હજારો કૌભાંડીઓ હશે જે હજુ કૌભાંડના પડદા પાછળથી બહાર આવ્યા નથી અને બહાર આવશે કે નહીં એ પણ પ્રશ્ન જ છે. આ અંગે સરકાર માત્ર સસ્પેન્ડની સજા કરી તે મુક્ત થઈ શકે નહીં. આ અંગે ડર ઉપજાવે એવાં શિક્ષાત્મક પગલાં લેવાં પડશે જેનું જનતા સામે ઉદાહરણ પૂરુ પાડવું સરકારની ફરજ અને જવાબદારી પણ આવે છે.
મોટા મંદિર, સુરત- રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.