Charchapatra

સાચી સફળતા

કહેવાય છે કે બીજાની લીટી નાની બનાવવા માટે આપણે એ લીટી ભુંસવાની જરૂર નથી. આપણે આપણી લીટી વધુ લાંબી દોરતાં શીખી શકીશું તો ફાયદો વધારો થશે. આજના સમયમાં કામચોરી ફેશન બનતી જાય છે. પગાર, મોંઘવારી ભથ્થામાં વધારે રસ પડે છે. આપણને મળતા પગાર-મહેનતાણાના બદલામાં કાર્યભાર તો યોગ્ય રીતે નિભાવવો જ પડે. હા, કર્તવ્યનિષ્ઠા તો હોવી જ જોઇએ.

ઉપરી અધિકારી પાસે સહકાર્યકરોનો ખોટો રિપોર્ટ રજૂ કરો તે પહેલાં વિચારથી અમલ સુધી થોભવું જોઇએ. ચાપલૂસીથી સફળતા કયારેય ન મળે. સફળતા માટેના શોર્ટકટ પણ ન ચાલે. મહેનત પછીનો સફળતાનો અનેરો આનંદનો અનુભવ લેવો જોઇએ. હા, અંતરઆત્મા ખટકે એવા વિચાર કાર્યો લાંબા સમયે હાનિકારક સાબિત થાય છે. બીજાને કબડ્ડીની રમત જેમ અટકાવો એનાથી ઉત્તમ બીજાની સફળતામાં વિકાસમાં ખો ખોની રમત જેમ ફાળો આપવો તો ખુદનો વિકાસ ઝડપથી થાય છે, ધારેલી સાચી સફળતા મળે છે.

નવસારી – કિશોર આર. ટંડેલઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top