Dabhoi

ડભોઇમાં LCB–ડભોઇ પોલીસની સંયુક્ત કાર્યવાહી, 9 જુગારિયા રંગેહાથ ઝડપાયા

સુરજફળિયા તળાવ પાસે જુગારધામ પર પોલીસનો સપાટો

(પ્રતિનિધિ), ડભોઇ
ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારના સુરજફળિયા તળાવ નજીક આવેલા શૌચાલય પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે LCB વડોદરા ગ્રામ્ય દ્વારા અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પત્તા–પાના વડે જુગાર રમતા કુલ 9 આરોપીઓને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીઓ સુરજફળિયા તળાવ કિનારે શૌચાલય પાસે ગોળ કુંડાળું બનાવી ખુલ્લેઆમ જુગાર રમતા હતા. પોલીસને જોઈ કેટલાક શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એલસીબી તથા ડભોઇ પોલીસ સ્ટેશનની ટીમે ઘેરાવ કરી તમામને ઝડપી લીધા હતા.
ઉપરોક્ત તમામ આરોપીઓ સામે ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમની કલમ 12 તથા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઝડપાયેલા આરોપીઓના નામ:
ફારુક હનીફભાઈ મન્સૂરી – રહે. સુરજફળિયા, તા. ડભોઇ
શબ્બીરભાઈ ઇકબાલભાઈ ધાંચી – રહે. જનતાનગર, તા. ડભોઇ
લતીફભાઈ અબ્દુલકાદર પ્યારજી – રહે. કડીયાવાડ, તા. ડભોઇ
અનિલભાઈ રાજુભાઈ વસાવા – રહે. સુરજફળિયા, તા. ડભોઇ
ઇશ્વરભાઈ પુનમભાઈ વાધરી – રહે. નાવાપુર, તા. ડભોઇ
અરુણ રાવજીભાઈ તડવી – રહે. સુરજફળિયા, તા. ડભોઇ
મહેશભાઈ રમેશભાઈ વાધરી – રહે. સુરજફળિયા, તા. ડભોઇ
સુરેશભાઈ મગનલાલ વાધરી – રહે. વિભાગ હાઈસ્કૂલ વિસ્તાર, તા. ડભોઇ
એક અન્ય આરોપી – (તપાસ ચાલુ)

જપ્ત કરેલ મુદ્દામાલ:
અંગજડતી રોકડ : ₹23,450/-
દાવ પરની રોકડ : ₹10,130/-
➡️ કુલ : ₹33,580/-
આ કાર્યવાહીમાં એલસીબીના અધિકારીઓ પ્રવિણસિંહ રણવીરસિંહ, સિદ્ધરાજસિંહ સતુભા, શક્તિસિંહ મહેન્દ્રસિંહ, વિજયકુમાર પૂનમભાઈ, મેહુલસિંહ અનોપસિંહ તથા વિનોદકુમાર કિસનસિંહએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
સ્થાનિકોમાં ચર્ચા છે કે ડભોઇ વિસ્તારમાં જુગારની બદી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. પોલીસે જો ઊંડાણપૂર્વક તપાસ કરે તો જુગારના સંચાલકો અને પાછળના નેટવર્ક સુધી પહોંચવું જરૂરી બન્યું છે—એવી માંગ પણ ઉઠી રહી છે.

Most Popular

To Top