આજે બધે ઊંચા જીવન ધોરણની બૂમો પડી રહી છે. ગાડી-વાડી, બંગલો, ઊંચા જીવન ધોરણનું પ્રતિક છે. પ્રામાણિકતા મહેનત સદાચાર દયાભાવ સેવાભાવ ઘટતો જાય છે. એક સમયે જેની જરૂરીયાતો ઓછી તે સુખી ગણાતો, આજે જેની જરૂરીયાતો વધુ તે સુખી ગણાય છે. પશ્ચિમીકરણ હવે યુવાઓના રગેરગમાં છે. આગળનાં સમયે ડોશી મા કહેતી હૈયુ ના બાળજો હાથ બાળજો પણ આજે હૈયુ બાળવાની વાત આવે છે. હાથથી મહેનત નથી થતી હાથને મહેંદીથી સજાવાય છે. કુદરતે બે હાથ આપ્યા છે, એટલે તો છાતી કાઢીને ચાલી શકીએ છીએ. નહીં તો ગાયભેંસની જેમ વાંકા વળીને ચાલવું પડત. કુદરતે એક મોઢું ને બે હાથ આપ્યા છે. આજે મોઢા વધતા જાય છે, ને હાથ ઘટતા જાય છે. આ હાથનો ઉપયોગ કરપ્શનને બીજાનું પડાવી લેવામાં થાય છે. હાથનો સાચો ઉપયોગ દાનદક્ષિણા કરવામાં, પુણ્ય કામ કરવામાં, બીજાની મદદ કરવામાં થાય. તો વ્યક્તિ સમાજ દેશ પ્રગતિ કરે પણ એ દિવસો હવે ક્યાં?
બામણીયા, સુરત – મુકેશ બી. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.