Charchapatra

ગુજરાતનો વિકાસ શાને અળખામણો!

રાજ્યમાં અને દેશમાં ભલે ભાજપાની સરકાર બડીબડી વાતોનાં હૂંકાર કરતી હશે. સરવાળે પ્રજાનાં હૈયે જે રીતે હૃદયસ્થ થવું જોઈએ એમાં નાપાસ થઈ રહેલી નથી લાગતી? સતત આગલી સરકારને ભાંડવામાંથી ઊંચા નથી આવતા, ઈતિહાસનાં પાને ચોંટેલી ધૂળ ખંખેરવી, વર્ગવિગ્રહ જેવી હરકતોને સોશ્યલ નેટવર્કમાં ફંફોસવી, દેખાડાની દેશભક્તિનું બાલિશ પ્રદર્શન કરવું, ફોટોસેશન અને ગ્લોબલ સમિટનાં ઠઠારા કરવા, ઘર આંગણાનાં કારીગરોને રોજીરોટીની આડમાં એજન્ટ પ્રથાનું તરકટ કરવું, દરેક પ્રકારનાં હસ્તક્ષેપો કરી, કરાવીને વર્ચસ્વની ડિબાંગો હાંકી સ્થાનિક પ્રજાને કામધંધા અને રોજગારથી વંચિત કરવા.

પ્રજાને પ્રોત્સાહન આપી એજન્ટ પ્રથાનાં આર્થિક કૌભાંડોને પોષવા, જેવાં અઢળક આક્ષેપોનો સામનો કરવો. અહેવાલો અનુસાર ખરેખર તો સરકાર જાકારો ખમવા પર આવી ગઈ હોય તેમ લાગે છે. એક પછી એક બની ગયેલા સરકારી જમીનોના હેતુફેર કૌભાંડો, ખૂનમરકી, બળાત્કારના કિસ્સાઓ, અને કર્મચારીઓની ભરતીથી લઈ સસ્પેન્ડના કિસ્સાઓ સુધીની ઘટનાઓને ફંફોળતા, લાગે છે કે સરકાર દૂધે ધોયેલી છે?
સોનીફળિયા, સુરત   – પંકજ મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top