ગુજરાતનાં શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે જે સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી ઓછી હશે તેની ગ્રાન્ટ કપાશે.અને પછી તરત જ જાહેર કર્યું કે સરકારે તમામ સ્કૂલોની ફીનું માળખું ઓનલાઈન મૂક્યું છે એટલે સ્કૂલો હવે તે કરતા વધુ ફી નહિ વસુલી શકે. હાજરી અને ફી બાબતે નિયમો કડક કર્યા તે પહેલા પરીક્ષામાં ચોરી રોકવાના કડક પ્રયત્ન કર્યા હતા .પેપર મૂલ્યાંકનની પણ કડક રીત રસમ નક્કી થઇ છે. શિક્ષકોને માર્ક ગણવામાં ભૂલ હોય તો પણ માર્ક દીઠ 200 રૂપિયા દંડ થાય છે. સ્કૂલ લેવલે હાજરીથી માંડી પરીક્ષા સુધી કડક નિયમો બનાવતી સરકાર કોલેજ કક્ષાએ ચાલતા લોલમ-લોલ તંત્ર માટે સાવ જ ઉપેક્ષા સેવે છે. આપણે આ અગાઉ અનેકવાર લખી ચૂક્યા છીએ કે ઉચ્ચ શિક્ષણમાં વ્યાપક અરાજકતા ચાલે છે. કોલેજોમાં વિદ્યાર્થીઓ લગભગ હાજર જ નથી રહેતા.
ગુજરાતમાં ભૂતકાળમાં શિક્ષણ મંત્રી શ્રી નલીન ભટ્ટ દ્વારા ભૂતિયા વિદ્યાર્થી વાળી સ્કૂલો સામે અભિયાન ચલાવાયું હતું અને અનેક સ્કૂલો બંધ થઇ હતી, વ્યવસાયલક્ષી સ્કૂલનો તો ભાંડો ફૂટ્યો હતો. આવું જ અભિયાન ગુજરાતમાં ભૂતિયા વિદ્યાર્થીઓથી ચાલતી સ્કૂલો માટે ચલાવવાની જરૂર છે. આજે ગુજરાતની મોટા ભાગની કોલેજોમાં વિદ્યાર્થીઓ એડમિશન લે છે અને પરીક્ષા આપે છે પણ ભણવા તો આવતા જ નથી. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં સંચાલકો હાજર નહીં રહેવાના પણ રૂપિયા વસુલે છે અને આશ્ચર્ય એ છે કે લોકો આપે પણ છે. બી.એડ્ અને સાયન્સ કોલેજોમાં તો બિલકુલ ફ્રોડની કક્ષા એ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો માત્ર કાગળ ઉપર ચાલે છે અને પરિણામે પરીક્ષામાં વ્યાપક ચોરીઓ થાય છે.
આખા આખા પુસ્તકોની માઈક્રો ઝેરોક્ષ સાથે લઇ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. અને ફીની તો વાત જ પૂછવા જેવી નથી. હજુ થોડા વર્ષો પહેલા અમદાવાદની એક-બે કોલેજોએ સંસ્કૃતિક પ્રવૃત્તિ માટે વધારાના વીસત્રીસ રૂપિયા ઉઘરાવ્યા હતા, તે પણ કોર્ટકેસ થવાથી કોલેજોએ પાછા આપવા પડ્યા હતા. અને અત્યારે લગભગ હજારેક રૂપિયા જુદાજુદા પ્રકારે કોલેજો ઉઘરાવી લે છે. સેલ્ફ ફાઈનાનસ કોલેજોમાં અધ્યાપકો લાયબ્રેરી, મેદાન સહિતની અત્યંત આવશ્યક વસ્તુઓ હાજર નથી. છતાં આ કોલેજો બેફામ ફી ઉઘરાવે છે. આ બધું ગુજરાતમાં ક્યારે અટકશે તે પ્રશ્ન છે અને ગુજરતમાં કોઈ વિદ્યાર્થી વાલી કે શિક્ષણની ચિંતા કરતા લોકો આ વિષે બોલતા નથી .
જો સમાજ અને સરકાર પોતાના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર સુધારવા માંગતા હોય તો બેત્રણ વર્ષ રાજ્યકક્ષાએ કેન્દ્રિત ધોરણે યુનીવર્સિટીની પરીક્ષાઓમાં શુદ્ધિકરણ કરવું જોઈએ. આ અઘરું નથી. હવે યુનિવર્સિટી સ્કવોડ માત્ર નામની રહી છે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોના અધ્યાપકોને કોલેજો ઉપર મોકલી દેવામાં આવે છે અને તેમને દૂરસુદૂરના વિસ્તારોમાં એકલા હાથે જ આ સામુહિક ચોરી પકડવાની હોય છે. આ શક્ય નથી. સરકાર કક્ષાએ એક ફ્લાઈંગ સ્કોવડની રચના થાય અને તેમાં યુનીવર્સિટીમાં તે અણધાર્યા પરીક્ષાની મુલાકત લે તો ખબર પડે કે સડો કઈ હદે વ્યાપક બન્યો છે.
રાજ્યમાં ઝોનવાઈઝ આવી તપાસ થવી જોઈએ જેમાં શિક્ષણ અને બહારના એમ બન્ને પ્રકારના આગેવાનો અધિકારીઓ હોય. બીજું સરકારે એક સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ કે કોઈ પણ યુનિવર્સિટીમાં પરીક્ષાનું સંચાલન કઈ રીતે થાય. અને પોલીસ સ્ટેશનોને પણ સૂચના આપવી કે પરીક્ષા સમયે કોલેજોને કઈ રીતે મદદ કરવી. ગત પરીક્ષાના દિવસોમાં એક જાગૃત જીલ્લા કલેકટરે પત્ર બહાર પાડ્યો હતો કે પરીક્ષાના દિવસોમાં કોલેજ નજીક ઝેરોક્ષ દુકાન ચાલુ રાખી શકાશે નહીં. સરકાર આ રાજ્ય સ્તરે કરી શકે. દરેક કોલેજમાં પ્રવેશતા વિદ્યાર્થીનું પૂર્ણ ચેકિંગ થાય પછી જ તે પરીક્ષા ખંડમાં દાખલ થાય તો મોટો પ્રશ્ન ઉકલી જાય.
પહેલા યુનિવર્સિટી ઓછી હતી કોલેજો ઓછી હતી. શહેરોમાં એક કોલેજના વિદ્યાર્થીનો નંબર બીજી કોલેજમાં જતો એટલે વિદ્યાર્થી અજાણી જગ્યાએ મોટા પાયે કોપી કરતા ખચકાતો. હવે ગામડામાં રિમોટ વિસ્તારમાં કોલેજો ખુલી ગઈ છે. સંચાલકો જ કોપી કરાવવા ઉત્સાહી હોય છે. અધ્યાપકો ઉછીની ઝંઝટમાં પાડવા માંગતા નથી. આ સંજોગોમાં આદર્શ વિચારો દ્વારા પરીક્ષા સુદ્ધિ શક્ય નથી. સમાજ અને સત્તા બન્ને એ ભેગા થઇ ને આ વિચારવું રહ્યું.
થોડા સમય પહેલા એક સજ્જન પોતાના દીકરાને પરીક્ષા આપવા જતી વખતે શુભેચ્છા આપતા બોલ્યા કે “બેટા માર્ક બે પાંચ ઓછા આવે તો વાંધો નથી પણ જે આવે તે આપણા પોતાના આવે” હવે આવી વાતો વેવલાવેડાં ગણાય છે. પરીક્ષા આપવા જતા પોતાનાં દિકરાને ચોરી ન કરતો એવું કેટલા માબાપ કહેતા હશે? અથવા પરીક્ષા આપીને પાછા આવેલા દીકરાને તે આજે કેવી પરીક્ષા આપી તે કોણ પૂછતું હશે? જ્ઞાનની જીજ્ઞાશા માણસમાં પોતાનામાં હોય છે એ તાલાવેલી આપણા યુવાનોમાં નથી. આપણે જો ગંભિરતા પૂર્વક આપણી યુનિવર્સિટીની પરીક્ષાઓ યોજીએ તો આઈ.એલ.ટી.એસ કે ટોફેલની જેમ તેમાં પણ વિદ્યાર્થીઓ ગંભીરતા પૂર્વક ભાગ લે. શિક્ષણની ગુણવત્તાનો આધાર તેના મુલ્યાંકન અને પરીક્ષણ પર છે. જો તે સુધરે તો જ ગુણવત્તા સુધરે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.