કહેવત છે કે સૂતેલા સિંહના મોઢામાં હરણ આવતાં નથી. આ જ પ્રકારે રાષ્ટ્રમાં ભલે લોકશાહી હોય પરંતુ એનો નાગરિક જો નિષ્ક્રિય હશે તો રાષ્ટ્રમાં નાગરિકને સુવિધા / સુખચેન કે પછી સંસ્કાર જેવાનો અભાવ રહેવાનો જ છે. રાજકારણ કે રાજકીય પક્ષો વિશે ‘ચર્ચાપત્ર’ લખવાનો વિચાર આવેલો. પરંતુ ધ્યાનમાં આવ્યું કે ‘કૂવામાં હોય તે હવાડામાં આવે.’ આ વિશે એક મિત્રનુ ડબલડેકરના મધુર સ્મરણ કરતું ચર્ચાપત્ર યાદ આવી ગયું. વર્તમાનમાં આવીએ તો સિટી બસ એ મધ્યમ વર્ગની પ્રથમ આવશ્યકતા છે. લોકોને જાગૃત બનાવવા એક તક મેળવી ‘ચર્ચાપત્ર’ તો દરેક સૂરતીએ લખવું જોઈએ. માત્ર યાતાયાત જ નહીં પરંતુ શિક્ષણ, આરોગ્ય કે રમતગમત જેવાં અન્ય ઘણાં ક્ષેત્ર છે જે અહીં આવરી લેવાં જોઈએ, જો કે ચર્ચાપત્ર તો વિદેશમાં વસતા જાગૃત નાગરિક પણ લખે જ છે. છેલ્લે એક કહેવત સુધારીને લખીશ. વર્તમાનમાં ‘યથા રાજા તથા પ્રજા’નો યુગ નથી. હવે તો યથા પ્રજા તથા રાજા કેમ કે રાજા એક જાગૃત નાગરિક ચૂંટવાનો છે.
પાલણપોર, સુરત – ચેતન સુશીલ જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.