સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ફરી એક વખત સર્વર ડાઉન થવાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટલુંજ નહીં આજે એક બાજુ સોમવારનો દિવસ એટલે કે શનિવારે હાફ ડે અને રવિવારે ફૂલ ડે ઓપીડીની બંધ હોય આજે ઉઘડતા દિવસે જ સવારથી જ સર્વર ડાઉન થઈ થવા જવાને કારણે મુશ્કેલી સર્જાઈ હતી.
ઈમરજન્સીની સ્થિતિમાં આવેલા ચેસ્ટ પેન (છાતીમાં દુઃખાવો ) અને ઝાડા ઉલ્ટી સહિતના દર્દીઓને સારવાર મેળવવામાં જરૂરી એવા હેલ્થ કાર્ડ મેળવવામાં વિલંબ થવા લાગ્યો હતો, જેથી આ હેલ્થ કાર્ડ મેળવવા માટે દર્દીઓના પરિજનો, સગા સંબધીઓ બહુજ હેરાન પરેશાન થવા પડ્યું હતું તેમજ ઈમરજેસી કેસ બારી ઉપર પણ દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ હતી જયારે જનરલ કેસ બારીઓ ઉપર દર્દીઓના ભારે ઘસારા વચ્ચે સમયસર હેલ્થ કાર્ડ અને ત્યાર બાદ જરૂરી સારવાર મેળવવામાં બહુજ વિલંબ થવાને પગલે દર્દીઓની હાલત કફોડી બની ગઈ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્મીમેર હોસ્પિલટમાં આજે સવારથી જ સર્વર ડાઉન થઇ ગયું હતું.આ પરિસ્થિતિ સર્જાતા સૌ પ્રથમ તો દર્દીઓને ઈમરજંસી અને જુદી જુદી ઓપીડીઓમાં સારવાર મેળવવા માટે જરૂરી એવા હેલ્થ કાર્ડ કોમ્પ્યુટરમાંથી નીકળતા બંધ થઈ ગયા હતા. સર્વર ડાઉન થવાને કારણે કર્મચારીઓને પણ હાથ પર હાથ મૂકીને બેસી રહેવાની નોબતો આવી હતી.
હેલ્થ કાર્ડ નહીં મળવાને લીધે ઈમર્જન્સી કેસ બારીની બાહર દર્દીઓની મોટી લાઈન લાગી ગઈ હતી જયારે સૌથી ખરાબ સ્થિતિ જનલર કેસ બારી ઉપર જોવા મળી હતી. અહીં દર્દીઓનો ભારે ઘસારો થઈ ગયો હતો ભીડને કારણે એક બાજુ પગ મુકવા માટે પણ જગ્યા બચી નહીં હતી.
જયારે બીજી બાજુ સારવાર દર્દીઓ સમયસર મેળવવામાં કાલાવાલા કરતા જોવા મળ્યાં હતા કારણ કે જયા સુધી તેમને હેલ્થ કાર્ડ બનાવી અપાવામાં નહીં આવ્યું હતું ત્યાં સુધી સારવાર નહિ મળી હતી, એટલુંજ નહી એક કલાકથી પણ વધુ સમય માટે સર્વર ડાઉન રહેતા કોમ્પ્યુટર ઉપર થઈ મોટાભાગની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી જેને પગલે આખી હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જ્યારે આ સમસ્યા અંગે જાણ થતાં જ સિનિયર આરએમઓ સહીત વહીવટી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને આનનફાનમાં શક્ય બને તેવી વ્યવસ્થાઓ કરવામાં લાગી ગયા હતા.
સ્મીમેર હોસ્પિટલના સિનિયર આરએમઓ ડો. જયેશ પટેલે કહ્યું કે, એચએમઆઈએસ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી હોવાથી હાલમાં સર્વર ડાઉન છે.જેથી હાલમાં તમામ સિસ્મટને મેન્યુલી અને જૂની સિસ્ટમ પ્રમાણે ચાલુ કરવામાં આવ્યું છે. સિસ્ટમ અંગે બપોર પછી જ ખ્યાલ આવશે.