SURAT

ડુમસના દરિયામાંથી સુરત પોલીસે ડીઝલ ચોરીનું રેકેટ ઝડપ્યું

સુરત સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ પોલીસે ડુમસના દરિયામાં ચાલતા ડીઝલ ચોરીના એક મોટા રેકેટને ઝડપી પાડ્યું છે. ડુમસના દરિયાઈ વિસ્તારમાં લાંગરવામાં આવેલા મોટા જહાજોમાંથી મશીનની મદદથી ડીઝલ ચોરીનું રેકેટ ચાલી રહ્યું હતું, જે બાતમીના આધારે એસઓજીએ પકડ્યું છે.

ડીઝલ ચોરો જહાજમાં ઈલેક્ટ્રિક મોટર લગાવી પાઈપની મદદથી ડીઝલ ખેંચતા હતા. ચોરેલા ડીઝલને ડ્રમમાં ભરી બજારમાં સસ્તા ભાવે બારોબાર વેચી દેતા હતા. પોલીસની સતર્કતાથી આખું નેટવર્ક પકડાયું છે.

પોલીસની રેઈડ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારમાં બિનવારસી હાલતમાં પડેલા ડીઝલ ભરેલા 75 ડ્રમનો જથ્થો મળ્યો હતો. જેમાં આશરે 75 લાખનું ચોરીનું ડિઝલ છે. સુરત એસઓજીએ આ મુદ્દામાલ જપ્ત કરી ડીઝલ ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ જાતે બોટ લઈ પહોંચી
એસઓજી પોલીસે ડીઝલ ચોરીના રેકેટને ઝડપવા નાવિકનો વેશ ધારણ કર્યો હતો. નાવિક અને દરિયાઈ મજૂરોનો વેશ ધારણ કરી પોલીસ જાતે બોટ ચલાવીને ગુનાના સ્થળ સુધી પહોંચી હતી. ગંજી પહેરી પોલીસવાળાએ રેડ પાડી હતી. કાદવામાં કાળાં થવાની પણ પરવાહ પોલીસે કરી નહોતી.

Most Popular

To Top