Charchapatra

૫.૭૯ કરોડ કેસ પેન્ડિંગ: ન્યાયવ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિ

“તારીખે તારીખ…” ભારતીય ન્યાયતંત્ર માટે માત્ર સંવાદ નથી, પરંતુ ન્યાયની રાહ જોતા લાખો નાગરિકોની હકીકત છે. તાજેતરના અહેવાલ મુજબ દેશમાં ૫.૭૯ કરોડ કેસ પેન્ડિંગ છે, જે ન્યાયમાં વિલંબ અને વિશ્વાસના સંકટ તરફ ઈશારો કરે છે. આ સ્થિતિનું મુખ્ય કારણ જજોની અછત છે.  વધતી વસ્તી અને કેસોના પ્રમાણમાં ન્યાયાધીશો ઓછા હોવાથી એક જજ પર અનેક કેસોની જવાબદારી આવે છે. સાથે સાથે અદાલતોમાં સ્ટાફની કમી, ટેકનિકલ સુવિધાઓનો અભાવ અને જૂની પ્રક્રિયાઓ પણ વિલંબ વધારે છે. કેસોના ઝડપી નિકાલ માટે સરકાર દ્વારા લોક અદાલતો, ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ અને ઇવનિંગ કોર્ટ જેવી વ્યવસ્થાઓ અમલમાં મુકાઈ છે. ઇ-કોર્ટ, ઓનલાઇન ફાઇલિંગ અને વર્ચ્યુઅલ હિયરિંગ દ્વારા સમય અને ખર્ચ બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તેનો સંપૂર્ણ લાભ હજી સર્વત્ર પહોંચ્યો નથી. “Justice delayed is justice denied” કહેવત અહીં સાચી ઠરે છે. પેન્ડિંગ કેસો વેપાર, વિકાસ અને કાયદા-વ્યવસ્થાને અસર કરે છે. ઉકેલ માટે વ્યવસ્થાત્મક સુધારા, માનવ સંસાધનનો વધારો, ટેકનોલોજી અને મિડિએશન જેવા વૈકલ્પિક ઉપાયો જરૂરી છે. ન્યાય ઝડપી, સસ્તો અને સુલભ બને — એ જ લોકશાહીની સાચી ઓળખ છે.
સાઉથ બોપલ, અમદાવાદ    — કે.ડી. સેદાણી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

૫.૭૯ કરોડ કેસ પેન્ડિંગ: ન્યાયવ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિ

“તારીખે તારીખ…” ભારતીય ન્યાયતંત્ર માટે માત્ર સંવાદ નથી, પરંતુ ન્યાયની રાહ જોતા લાખો નાગરિકોની હકીકત છે. તાજેતરના અહેવાલ મુજબ દેશમાં ૫.૭૯ કરોડ કેસ પેન્ડિંગ છે, જે ન્યાયમાં વિલંબ અને વિશ્વાસના સંકટ તરફ ઈશારો કરે છે. આ સ્થિતિનું મુખ્ય કારણ જજોની અછત છે.  વધતી વસ્તી અને કેસોના પ્રમાણમાં ન્યાયાધીશો ઓછા હોવાથી એક જજ પર અનેક કેસોની જવાબદારી આવે છે. સાથે સાથે અદાલતોમાં સ્ટાફની કમી, ટેકનિકલ સુવિધાઓનો અભાવ અને જૂની પ્રક્રિયાઓ પણ વિલંબ વધારે છે. કેસોના ઝડપી નિકાલ માટે સરકાર દ્વારા લોક અદાલતો, ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ અને ઇવનિંગ કોર્ટ જેવી વ્યવસ્થાઓ અમલમાં મુકાઈ છે.

ઇ-કોર્ટ, ઓનલાઇન ફાઇલિંગ અને વર્ચ્યુઅલ હિયરિંગ દ્વારા સમય અને ખર્ચ બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તેનો સંપૂર્ણ લાભ હજી સર્વત્ર પહોંચ્યો નથી. “Justice delayed is justice denied” કહેવત અહીં સાચી ઠરે છે. પેન્ડિંગ કેસો વેપાર, વિકાસ અને કાયદા-વ્યવસ્થાને અસર કરે છે. ઉકેલ માટે વ્યવસ્થાત્મક સુધારા, માનવ સંસાધનનો વધારો, ટેકનોલોજી અને મિડિએશન જેવા વૈકલ્પિક ઉપાયો જરૂરી છે. ન્યાય ઝડપી, સસ્તો અને સુલભ બને — એ જ લોકશાહીની સાચી ઓળખ છે.
સાઉથ બોપલ, અમદાવાદ    — કે.ડી. સેદાણી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top