( પ્રતિનિધિ )વડોદરા,તા.4
વડોદરાના ફતેગંજ ઓવરબ્રિજ પર શોર્ટ સર્કિટની ઘટના બની હતી. બ્રિજ પરના વાયરોમાં સ્પાર્ક થયા બાદ તણખા નીચે રોડ પર પડ્યા હતા. જ્યાં રોડ પર આગ લાગી હતી.જેને કારણે પસાર થતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
વડોદરા શહેરમાં વિચિત્ર આગ લાગવાની ઘટના સામે આવી છે આ આગની ઘટના ઓવરબ્રિજ ઉપર બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ફતેગંજ ઓવરબ્રિજ નીચે કેબલમાં સ્પાર્ક થયા બાદ તણખા નીચે પડતા રોડ પર આગ લાગી હતી. ફતેગંજ ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલા કોઈ કેબલ વાયરમાં શોર્ટ સર્કિટ થયા બાદ તેના તણખા સતત નીચે પડ્યા કર્યા હતા. જેના કારણે રોડ પર આગ લાગી હતી. બીજી તરફ આ માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. જ્યારે આ દ્રશ્યો માર્ગ પરથી પસાર થઈ રહેલા એક ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી વાયરલ કર્યા હતા. સદ નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠવા પામ્યા હતા.