રૂ.11,680નો મુદ્દામાલ જપ્ત
કાલોલ :
કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી. ભરવાડ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે દેલોલ ગામની સીમમાં આવેલ ગધેડી વાળી નહેર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. બાતમીની ખરાઈ કરવા પોલીસે તાત્કાલિક રેડ કરી હતી.
પોલીસ સ્થળ પર પહોંચતા કેટલાક ઈસમો ગોળ કુંડાળું બનાવી પાના-પત્તાની હારજીતનો જુગાર રમતા નજરે પડ્યા હતા. પોલીસને જોઈ જુગાર રમતા ઈસમોમાં નાસભાગ મચી ગઈ હતી, જોકે પોલીસે ઝડપી કાર્યવાહી કરી કોર્ડન બનાવી કુલ 7 ઈસમોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓની અંગજડતી અને સ્થળ તપાસ દરમિયાન જુગારની રોકડ રકમ રૂ.6,060, દાવ પરની રોકડ રૂ.5,620 એમ કુલ રૂ.11,680 તથા પાના-પત્તાની એક કીટ કબજે કરી હતી.
ઝડપાયેલા આરોપીઓમાં
વિક્રમ ઉર્ફે ઈલુ વિઠલભાઈ રાઠોડ
હિતેશકુમાર ઉર્ફે ગોટી ભીમસિંહ રાઠોડ
રોહિતકુમાર ઉર્ફે ગટી છત્રસિંહ રાઠોડ
પ્રવીણભાઈ પ્રતાપભાઈ રાઠોડ
સુરેશભાઈ રમણભાઈ રાઠોડ
શનાભાઈ ઝેણાભાઈ રાઠોડ
અનિલકુમાર ઉર્ફે અન્યો ફતેસિંહ રાઠોડ
નો સમાવેશ થાય છે.
કાલોલ પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ-12 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.