દરેક ધર્મમાં નવા વર્ષની શરૂઆત જુદા જુદા સમયે થતી હોય છે. તે બધામાં સર્વ માન્ય નવુ વર્ષ કયું? એવુ કોઈ મને પૂછે તો હું સ્પષ્ટપણે માનુ છું કે 1 જાન્યુઆરી. કેમ? તમારે ક્યાંય પણ જવુ હોય, શાળા – કોલેજમાં એડમિશન જોઈતું હોય, નોકરી જોઈતી હોય તો તેમા તારીખ જ કામ લાગે, તિથિ નહી. બીજું દર ચાર વર્ષે એક લીપ વર્ષ આવે જેમા ફેબ્રુઆરીના 29 દિવસ હોય. આમા ક્યારેય કોઈ બદલાવ આવે નહી. આપણું નવુ વર્ષ કારતક સુદ પડવાથી શરૂ થાય પણ તે દરેક વર્ષે બદલાયા કરે. અન્ય ધર્મોમાં પણ તેવું થાય.
નવું વર્ષ દર વર્ષે 1 જાન્યુઆરીએ જ ચાલુ થાય. બાળકના જન્મ પછી થોડા સમય બાદ તેના માબાપને પૂછવામાં આવે છે કે જન્મ તારીખનો દાખલો કઢાવ્યો કે નહીં? કારણ કે આખી જીંદગી તે બાળકના જીવનમાં જન્મતારીખનું જ મહત્વ રહેવાનું છે. ક્યારેક કોઈ ઉંમર પૂછે તો ઉંમરની ગણતરી કઈ તારીખે જન્મ થયેલો તે ઉપરથી થાય. નાતાલના તહેવારની ઉજવણી દર વર્ષે 25 ડિસેમ્બરે જ થાય, એક દિવસ આગળ નહી કે એક દિવસ પાછળ નહી. ટૂંકમાં જો સાચુ નવુ વર્ષ કયું તો ઉપર જણાવેલી હકીકતો ઉપરથી સ્પષ્ટપણે માનવું પડે કે 1 જાન્યુઆરીથી નવુ વર્ષ શરૂ થાય.
નાનપુરા, સુરત- સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.