વર્ષ 2026ના બીજા દિવસે ભારતીય શેરબજારનો નિફ્ટી 50 સૂચકાંક રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બેંકમાં પણ પ્રભાવશાળી વધારો જોવા મળ્યો. નિફ્ટી 194 પોઈન્ટ વધીને 26340 ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો. સેન્સેક્સમાં પણ ઇન્ટ્રાડે 600 પોઈન્ટનો વધારો જોવા મળ્યો.
જોકે, બજાર બંધ થતાં સુધીમાં નિફ્ટી50 182 પોઈન્ટ વધીને 26,328.55 પર બંધ થયો. સેન્સેક્સ 573.41 પોઈન્ટ અથવા 0.67 ટકા વધીને 85,762.01 પર બંધ થયો. નિફ્ટી50માં કોલ ઈન્ડિયા અને ભારત ઇલેક્ટ્રોનિક્સના શેર 2 ટકા સુધી વધ્યા જ્યારે ITC અને બજાજ ઓટોના શેર 4 ટકા સુધી ઘટ્યા.
બજારનું વલણ સકારાત્મક રહ્યું જેમાં આશરે 2,183 શેરોમાં સુધારો થયો અને 1,204 ઘટ્યા જયારે 165 શેરોમાં કોઈ ફેરફાર થયો નહીં. SJVN ના શેર 11.11% વધીને 83 પર બંધ થયા. ઓલા ઇલેક્ટ્રિકના શેરમાં પણ 9% વધારો થયો. બોશના શેર 9% વધીને 39,420 પર બંધ થયા.
શાલીમાર પેઇન્ટ્સના શેર આજે 18% વધીને 76 પર પહોંચી ગયા. સિલ્વર ટચ ટેક્નોલોજીના શેર આજે 19% વધીને 1300 થી વધુ પર પહોંચી ગયા. ઇન્ફોબીન્સના શેર આજે 12% વધીને 900 પર પહોંચી ગયા.