વર્ષ 2023 એ ગુજરાત સરકારે જંત્રીના ભાવ ડબલ કરી દીધા હતા જેથી સ્ટેમ્પ ડયુટી, રજીસ્ટ્રેશન ફીમાં ધરખમ વધારો થઇ ગયો હતો. આજે મકાન, ફલેટોના ખરીદ-વેચાણની ટકાવારી ખૂબ જ નહીંવત્ જોવા મળી રહી છે. આ અંગે રીયલ એસ્ટેટસ બિલ્ડર લોબી અને વરિષ્ઠ વકીલો દ્વારા ખૂબ જ વિરોધ થયો હતો અને થઇ રહ્યો છે પરંતુ જંત્રીના ભાવઘટાડા અંગે રાજય સરકાર તરફથી માત્ર ને માત્ર આશ્વાસન મળ્યું છે. કોઇ ચોક્કસ પરિણામ આવ્યું નથી જે દુર્ભાગ્યપૂર્ણ છે. હવે હાલમાં જ સુરત જિલ્લામાં વકીલમંડળના નવા ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને નવી બોડી જે 1 જાન્યુઆરીથી ચાર્જ લેવાની છે તેમને મારો અનુરોધ છે કે આ ડબલ કરેલા અયોગ્ય જંત્રીના ભાવ શકય હોય એટલા જલ્દી ઘટાડવા અંગે મુ.મંત્રીને લેખિત રજૂઆત કરે જેથી જલ્દી પરિણામ જોવા મળે જે રાજયની જનતાના હિતમાં હશે.
સુરત – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે