Charchapatra

સુરતમાં વધુ ને વધુ જનતા રેડ પાડે

સુરતમાં પાલનપુર ગામના મહાદેવ ફળિયામાં દેશી દારૂનો અડ્ડો ઘણા લાંબા સમયથી યજ્ઞેશ નામનો બુટલેગર ચલાવે છે. આને કારણે પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે મહિલાઓ અને યુવતીઓ માટે સુરક્ષાનો પ્રશ્ન બની ગયો હતો. મહિલાઓ અંતે કંટાળીને ‘‘જનતા રેડ’’ માટે ભેગી થઈ અને બુટલેગરને વિનંતી આપ્યો કે ‘‘તમને લોકોને શું નડે છે?’’ આથી મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ અને દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી દીધી. જનતા રેડની પોલીસને ખબર પડતાં પાલની પોલીસ ત્યાં આથી પહોંચી અને બુટલેગરની ધરપકડ કરી. યજ્ઞેશ પર અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હતાં.

આ રીઢો ગુનેગાર હોવા છતાં પોલીસની નાક નીચે બેધડડું તેનો દારૂનો અડ્ડો ચલાવતો હતો. સુરતમાં ચાલતા ઠેરઠેર દારૂના અડ્ડાઓ પર આવી ‘‘જનતા રેડ’’ પડવી જોઈએ જેથી પોલીસતંત્રની આંખ ઊઘડશે. દારૂબંધીના કાયદાનો આવી જ રીતે અમલ થવાનો હોય તેના કરતાં તો આ કાયદાને જ નાબુદ કરવો જોઈએ! જ્યાં સુધી કાયદાનો કડકાઈથી અમલ ન થશે, ત્યાં જ્યાં સુધી ગુનેગારોને યોગ્ય સજા થશે નહિ ત્યાં સુધી ક્રાઈમ રેઈટ વધતો જ જશે! ભારત અને પશ્ચિમ દેશોનો આ જ તફાવટ છે!
યુ.એસ.એ- ડો.કિરીટ એન ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top