ગુજરાતમાં કોરોના(CORONA)નો કહેર ફરી વર્તાય રહ્યો છે, એવું તંત્રના આંકડા બતાવી રહ્યા છે. આવામાં સરકારે પગલા લેવાની શરૂઆત પણ કરી દીધી છે. એક તરફ મુખ્યમંત્રી (CM RUPANI) વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાતમાં લોકડાઉન (lock down) નહિ આવે. ત્યાં બીજી તરફ અમદાવાદમાં માર્કેટો બંધ થતા લોકોમાં ભયનો માહોલ સાથે અફવાનું બજાર ગરમાયુ છે, અને શહેરમાં શુક્રવારથી સોમવાર સુધી 60 કલાકના કર્ફ્યુ(60 HOURS CURFEW)ની વાત ફેલાઈ રહી છે.
એક તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનની વાતો અને અફવા પર પૂર્ણવિરામ મૂક્યું હતું. પરંતું જે રીતે સરકાર પગલા લઈ રહી છે તે જોતા શનિવાર અને રવિવારના રોજ આખા દિવસના કરફ્યૂની અફવા (HUMOR) શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ શુક્રથી સોમવાર 60 કલાક કર્ફ્યુની પણ વાત સામે આવી છે. આ ચર્ચાની અસર માર્કેટ પર દેખાઈ રહી છે. સાંજથી જ ગુજરાતના મોલ તથા માર્કેટમા જરૂરિયાતી વસ્તુઓ લેવા માટે લોકોની લાઈનો લાગી હતી. ફરીથી લોકડાઉન આવશે એ બીકે લોકો ખરીદી કરવા નીકળી પડ્યા છે. આજે સવારથી પણ ગુજરાતના અનેક બજારોમાં ભીડ ઉમટી છે. જોકે, આ ભીડ વિનાશ નોતરી શકે એ ડરે તંત્ર દ્વારા માર્કેટો બંધ કરાવવામાં આવી રહી છે.
અમદાવાદના જમાલપુર માર્કેટમાં ભીડખડખસેડવા કાર્યવાહી
અમદાવાદમાં કોરોના બેકાબૂ બન્યો હોય તેવા તંત્ર દ્વારા આંકડા આપવામાં આવી રહ્યા છે, કોરોનાના કેસ 300ને પાર પહોંચી ગયા હોય લોકો હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે. રાત્રે કર્ફ્યૂ પરંતુ સવાર પડતાની સાથે નિયમોના ધજાગરા ઉડવાની શરૂઆત થઈ જાય છે. અમદાવાદનું સૌથી મોટું હોલસેલ અને રિટેઈલ જમાલપુર માર્કેટમાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળતા તંત્ર ફરી ગત વર્ષની જેમ હરકતમાં દેખાયું હતું.
વહેલી સવારથી કોરોનાને આમંત્રણ આપતી ભીડ જોવા મળી છે. વેપારી હોય કે ગ્રાહક કોઈના પણ મોઢે માસ્ક જોવા મળતું નથી. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ (social distance) ના ધજાગરા પણ ઉડી રહ્યા હોય ત્યારે સવાલ એ થાય છે કે કોરોનાએ ભયંકર રૂપ ધારણ કર્યું હોવા છતા લોકો કેમ બેદરકારી દાખવી રહ્યા હોય ક્યારે નિયમોનું કડક પાલન અને લોકો જાગૃત થશે.
ગુજરાતના મહાનગર અમદાવાદ-સુરતમાં 9 થી 6 કરફ્યૂ
ગુજરાતમાં કોરોનાથી અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા હોવાના તંત્રના અહેવાલને પગલે સરકારે રાત્રિ કરફ્યૂમાં પણ વધારો કર્યો છે. અમદાવાદ-સુરતમાં રાત્રિ દરમિયાન 9 થી સવારે 6 વાગ્યા સુધી અને 10-6 અનેક મહાનગરોમાં કરફ્યૂનું કડકપણે પાલન કરાઈ રહ્યું છે. ત્યારે હજી પણ લોકો સમજ્યા અને સુધર્યા નથી તેવું તંત્ર જણાવી રહ્યું છે.