National

BJP VS BJP : બંગાળમાં સ્થાનિક ઉમેદવારોને ટિકિટ નહીં મળતાં શહેરી કાર્યકર્તાઓમાં રોષ

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે સૌથી મોટો પડકારરૂપ બનીને ઉભરી આવી છે. ભાજપ આ ચૂંટણીમાં પોતાની તમામ તાકાતો લગાવી રહી છે. પરંતુ હવે તેમને આ મિશન(MISSION BENGAL)માં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ટિકિટ વિતરણ(TICKET DISTRIBUTION)ને લઈને ભાજપમાં જ સૌથી મોટો હંગામો શરૂ થયો છે. ભાજપના કાર્યકરો બહારના લોકો અથવા સેલિબ્રિટીને ચૂંટણી ટિકિટ મળતા રોષમાં છે અને બંગાળના ઘણા શહેરોમાં વિરોધ (PROTEST) કરી રહ્યા છે.

ટિકિટ વિતરણને લઈને ભાજપને શહેર સાથે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે

• ભાજપે બંગાળની અલીપુરદ્વાર વિધાનસભા બેઠક પર અર્થશાસ્ત્રી અશોક લાહિરીને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ ટિકિટની ઘોષણા બાદ ભાજપના કાર્યકરો અહીં ગુસ્સે થયા અને તેઓએ સ્થાનિક કચેરીની બહાર દેખાવો કર્યા. ભાજપના જિલ્લા પ્રમુખે પણ કહ્યું હતું કે તેઓ ઉમેદવારને ઓળખતા નથી. આ પછી બીજેપીએ પોતાનો ઉમેદવાર બદલ્યો હતો અને જિલ્લા મહામંત્રી સુમન કાંજીલાલને ટિકિટ આપવામાં આવી હતી. 

  • જગતાદલ અને જલપાઇગુડી સદર વિસ્તારમાં આવું જ કંઈક બન્યું હતું, જ્યાં ભાજપની ટિકિટ જાહેર થયા બાદ જાણ થઈ હતી કે ટીએમસીના નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભાજપના કાર્યકરોએ તોડફોડ શરૂ કરી હતી. જગતાદલમાં બીજેપીએ અરિંદમ ભટ્ટાચાર્યને ટિકિટ આપી હતી, પરંતુ કાર્યકરોએ વિરોધ શરૂ કર્યો હતો. આવું જ જલપાઇગુડીમાં થયું હતું, જ્યાં ગુસ્સે ભરાયેલા કાર્યકરોએ પાર્ટી ઓફિસમાં જ તોડફોડ કરી હતી.
  • માલડાના હરીશ્ચંદ્રપુરમાં ભાજપ કાર્યકરોએ પાર્ટી કાર્યાલયમાં જ તોડફોડ કરી હતી. અહીંથી ભાજપે મતિઉર રહેમાનના નામની ઘોષણા કરી છે. મતિઉર રહેમાન થોડા દિવસો પહેલા જ ભાજપમાં જોડાયો છે. રહેમાનનું નામ જાહેર થતાંની સાથે જ ભાજપના કાર્યકરો ગુસ્સે થઈ ગયા અને કાર્યાલયમાં જ તોડફોડ કરી હતી. 
  • માલડાની જૂની માલડા બેઠક પરથી ગોપાલ સહાનું નામ જાહેર થયા બાદ અહીં વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. ભાજપના કાર્યકરોએ અહીં પાર્ટી ઓફિસમાં પણ તોડફોડ કરી હતી, કાર્યકરોનું કહેવું છે કે ગોપાલ સાહને ઉમેદવાર બનાવીને નુકસાન થશે.
  • આ બેઠકો ઉપરાંત દુર્ગાપુર, પાંડેશ્વર અને અન્ય કેટલાક વિસ્તારોમાં ભાજપના કાર્યકરો ઉમેદવારોની ઘોષણા બાદ ગુસ્સે થયા અને તેઓએ વિરોધ કર્યો હતો. અહીં ટીએમસીના નેતાઓને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી
કટોકટી માત્ર ભાજપ માટે કાર્યકરોનો ગુસ્સો જ નથી, પરંતુ જે પાર્ટી ઉમેદવારો બનાવી રહ્યા છે, તેઓ પણ ચૂંટણી લડવા માંગતા નથી. ભાજપે બંગાળના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોમેન મિત્રાની પત્ની શિખા મિત્રાને ટિકિટ આપી હતી, પરંતુ શિખા કહે છે કે તેઓ હજી પણ કોંગ્રેસની સાથે છે.  ટીએમસીના ધારાસભ્યના પતિને પણ ટિકિટ આપવામાં આવી છે, જેણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top