એક ખતરનાક ખબર આવી છે. ૨૦૦ કરતાં વધારે ભારતીય નાગરિકો જે રશિયા દ્વારા એના સશસ્ત્ર દળોમાં યુક્રેન સામે લડવા માટે ભરતી કરાયા છે, તે ખરેખર ફસાયા છે. આવું બીજું કોઈ નહીં પણ ભારત સરકારનું વિદેશ મંત્રાલય કહે છે અને તે પણ ભારતીય સંસદમાં કહે છે કે, ૨૦૨૨માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૬ ભારતીય નાગરિકો માર્યા ગયા છે. જોકે, પૂરેપૂરી અને સાચેસાચી માહિતી તો વિદેશ મંત્રાલય પાસે પણ નથી. બીજી બાજુ રશિયા-યુક્રેન યુદ્ધ પૂરું થવાનું નામ લેતું નથી. વિદેશ મંત્રાલયે રાજ્યસભામાં આપેલ જવાબ મુજબ ભારત સરકારના મીશન દ્વારા અત્યાર સુધી ૨૦૨ ભારતીયોને ઓળખી કાઢવામાં આવ્યા છે, જે રશિયન મિલિટરીમાં જોડાયા છે. આ માહિતી રશિયન સત્તાવાળાઓ દ્વારા પૂરી પાડવામાં આવી છે. જેમણે એમ પણ કહ્યું છે કે, આમાંથી ૨૬ વ્યક્તિ મારી ગઈ છે.
ભારત સરકાર દ્વારા રશિયન મિલેટરીમાં જોડાયેલ આવા ભારતીયોને મુક્ત કરાવી દેશમાં લઈ આવવા માટે સઘન પ્રયત્નો થયા છે, જેને કારણે અત્યાર સુધીમાં ૧૧૯ લોકોને રશિયન મિલિટરીમાંથી છૂટા કરાવી સ્વદેશ પરત લવાયા છે. આ સામે હજુ બીજા પ૦ લોકો રશિયન મિલિટરી સેવા સાથે જોડાયેલા છે અને તેઓ ઝડપથી પાછા ફરી શકે તે માટે ભારત સરકાર રશિયન સત્તાવાળાઓ સાથે સઘન પ્રયાસો કરી રહી છે. વિદેશ મંત્રાલયના કહેવા મુજબ ઘણા બધા કિસ્સાઓમાં સારી નોકરી અથવા શિક્ષણની તકો મળશે એવા બહાના હેઠળ રશિયા લઈ જવાયેલ ભારતીયોને વોર ઝોનમાં કામે લગાડવામાં આવ્યા હતા. ભારતે આ બાબત અંગે પોતાની ચિંતા રશિયા સામે મૂકી આ ભારતીય નાગરિકો સાથે માનવતાપૂર્ણ વ્યવહાર થાય, બને તેટલા ઝડપથી તેમને છૂટા કરાય અને ભારત પાછા મોકલી અપાય એ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
જે માર્યા ગયા છે અથવા ગૂમ છે તેવા કિસ્સાઓમાં ભારતે તેમના ડીએનએ સેમ્પલ રશિયન સત્તાવાળાઓને સોંપ્યા છે. ભારત સરકારના જણાવ્યા મુજબ આ રીતે રશિયા જઈને ફસાઈ ગયેલા લોકોના પરિવારો સાથે સરકાર સઘન સંપર્ક જાળવી રાખે છે અને તેમને શક્ય તેટલી બધી જ સહાય પૂરી પાડવામાં આવે છે. વિદેશ મંત્રાલયના ધ્યાને એવું આવ્યું છે કે, આ રીતે લાલચમાં ફસાઈને ગયેલા યુવાનોનો દાખલો આપી એણે મિલિટરી સર્વિસ અથવા બીજી કોઈ નોકરી વિદેશમાં સ્વીકારતા પહેલાં એ ખ્યાલ રાખવો જોઈએ કે, આ પ્રકારની વ્યવસ્થાઓ અત્યંત જોખમી અને છેતરપિંડી કરનારી હોય છે. આ કારણે ભારત સરકારે કહ્યું છે કે, ભારતીય નાગરિકો વિદેશમાં કોઈ પણ પ્રકારની નોકરી માટે જવા ઇચ્છતા હોય તેમણે નોકરીદાતા અંગેની જાણકારી તેમજ અન્ય વિગતો આધારભૂત સાધનોમાંથી અથવા ભારતીય કોન્સ્યુલૂટ પાસેથી મેળવી ત્યાર પછી જ આવું કોઈ પગલું ભરવું જોઈએ.
આપણે કહેવાતા ડંકીરૂટ કે અન્ય ગેરકાયદેસર રસ્તે અમેરિકા જવાનું સાહસ કરનાર લોકો કાં તો જાન ગુમાવે છે અથવા કલ્પી પણ ન શકાય એવી યાતનાઓ અને મુશ્કેલીઓમાં ફસાય છે તે જાણીએ છીએ અને આમ છતાંય રાતોરાત બહુ મોટી આવક ઊભી કરી લેવાના ધખારામાં લોકો ફસાતા રહે છે. રશિયા-યુક્રેન યુદ્ધ ચોથા વર્ષમાં પ્રવેશ્યું. એનો અંત હજુ ક્યાંય દેખાતો નથી. રશિયા પાસે યુદ્ધમોરચે લડી શકે તેવા સૈનિકોની ખોટ છે, તેવા સંયોગોમાં ભારત, નેપાળ, પાકિસ્તાન કે અન્ય દેશોમાંથી આ રીતે લાલચ આપીને છેતરામણી ક૨વામાં આવે છે તે સામે સાવધ રહેવું જોઈએ. વિદેશમાં નોકરી મેળવવી ઘણા બધા ગુજરાતીઓનું સ્વપ્ન હોય છે અને એ પૂરું કરવા માટે તેઓ ગમે તે રસ્તા અપનાવતા હોય છે ત્યારે ગેરકાયદેસર અમેરિકા જનારાનો કે રશિયન આર્મીમાં ભરતી થનારાનો આ દાખલો સૌ ગુજરાતીઓ માટે આંખ ઉઘાડનાર બની રહેવો જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.