નવી સિવિલ હોસ્પિટલ એટલ ગરીબ, જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદ સ્વરૂપ કહેવાય છે પરંતુ હોસ્પિટલની વ્યવસ્થા અને વહીવટ સંભાળી રહેલા સુપ્રિટેન્ડેન્ટ સહિતના અધિકારીઓના પાપે અને અયોગ્ય વ્યવસ્થાને લીધે હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સારવાર તો ઠીક પણ ધરમનાધક્કા અને લાચારીનો વધુ સામનો કરવો પડે છે. ત્યારે આવી જ દયનિય પરિસ્થિતીઓ અને વહીવટી તંત્રની લાલીયાવાડીની પોલ ખોલતી ઘટના સામે આવી છે.
યોગ્ય સારવાર નહીં મળતા પુત્ર દ્વારા પોતાના પિતાને ખભે ઊંચકીને અન્ય હોસ્પિટલમાં લઈ જવાની નોબત આવી હતી. એટલુંજ નહી પણ તંત્રની નફફાઈ તો ત્યારે જોવા મળી જ્યારે કણસતા દર્દીને વ્હીલચેયર સ્ટ્રેચરની વ્યવસ્થા સુદ્ધાં નહી કરી આપવામાં આવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલની અત્યંત ખોરવાય ગયેલી અવ્યવસ્થા તેમજ ફક્તને ફક્ત અવાર નવાર સસ્તી પ્રસિદ્ધિના ભૂખ્યા એવા વહીવટી અધિકારીઓના પાપે લાલીયાવાડીને ઉજાગર કરતો એક વિડિયો વાયરલ થયો છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પુત્ર પોતાના પિતાને ખબા ઉપર ઉંચકીને લઇ જાય છે. એટલું જ નહી ખબા ઉપર પિતાના શરીરનું ભાર નહી ઝીલાતા બાદમાં મજબુર પુત્ર અને સગા દ્વારા તેમને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી રહ્યા હતા.
લાચાર પુત્ર જે રીતે પોતાના પિતાના ખભે ઉચકીને હોસ્પિટલ કેમ્પસમાંથી જઈ રહ્યો હતો ત્યારે આ કકોડી સ્થિતિના દ્રશ્યો જોઈને સામાન્ય માણસનું કાળજું કંપાઈ ગયું હતું પરંતુ નફ્ફટ તંત્ર દવારા દર્દી માટે સ્ટ્રેચર કે વ્હીલચેયરની પણ વ્યવસ્થા નહીં કરી આપવામાં આવી હતી. ફરજ નહી પરંતુ માનવતાના ધોરણે સુધ્ધા હોસ્પિટલના કોઈ કર્મચારી, સ્ટાફ કે અધિકારી દવારા દર્દીને લઇ જવા માટે યોગ્ય વ્યવસ્થા નહીં કરી આપવામાં આવી હતી. એટલું જ નહીં દયનિય સ્થિતિ તો ત્યારે જોવા મળી હતી કે જયારે પિતાને ખભે ઉચકીને લઈ જતી વખતે પુત્ર હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી અને ભેદરકારી અંગે વાસ્તવિકતા વર્ણવી રહ્યો હતો.
પુત્ર મોહનએ દયનિય સ્થિતિમાં પોતાના પિતા કિશન પ્રધાનને ટ્રોમા સેન્ટરથી ખભે ઉંચકીને અને ત્યાર બાદ ટીંગાટોળી કરીને લઇ જઈ રહ્યો હતો. પુત્ર મોહનએ આક્ષેપો કરતા હોસ્પિટલમાં ચાલી રહેલી લાલીયાવાડી અને અયોગ્ય વ્યવસ્થા વિશે આપવીતી વર્ણવતા કહ્યું હતું કે સિવિલમાં કોઈ પૂછતું નથી, મારા પિતાને ઉંચકીને લઈ જવું પડે છે, અહિયા સારવાર આપવામાં નથી આવતી, એટલા માટે અમારા પિતાને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈયે છે. એટલું જ નહી પિતાને ખભે ઉંચકીને લઇ જતા પુત્રની હાલત ખોટી દયનિય અને કફોડી બની ગઈ હતી કે તેનું શ્વાસ ફૂલવા લાગી હતી.