SURAT

સુરતની 7 વર્ષની પ્રાજ્ઞિકા વાંકા લક્ષ્મીને મળ્યો પ્રતિષ્ઠિત એવોર્ડ, રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત

ગુજરાતના સુરતની માત્ર 7 વર્ષની ચેસ ખેલાડી વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાએ ઈતિહાસ રચી દીધો હતો. લક્ષ્મીએ સર્બિયાના વૃન્જાકા બાંજામાં યોજાયેલી ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ-2025માં અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે. સુરતની પહેલાં ધોરણમાં અભ્યાસ કરતી ખેલાડીએ ચેસની દુનિયામાં વૈશ્વિક સ્તરે જબરજસ્ત સફળતા મેળવેલ છે, જેને સમાજ સહીત દેશ બિરદાવી રહ્યું છે

વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાને ચેસમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર, 2025 થી સન્માનિત કરવામાં આવી છે. પીએમઆરબીપી એવોર્ડ ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 26.12.25 ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે વીર બાલ દિવસ ઉજવણીની પૂર્વસંધ્યાએ રજૂ કરવામાં આવી હતી.

ઉપરાંત, પુરસ્કાર વિજેતા 26.12.25 ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસ ઉજવણી દરમિયાન ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી હતી. પ્રજ્ઞિકાને મેડલ, પ્રમાણપત્ર, પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top