વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશોમાંના એક ભારતમાં વિતી રેહાલા વર્ષનું મૂલ્યાંકન કરવું એ જટિલ છે. જ્યારે શાસક વ્યવસ્થા લાગણીઓ અને જટિલતાઓ પર રાજકીય નસીબનો આધાર લેવાની કોશિશ કરે છે ત્યારે મૂલ્યાંકન અઘરુ અને સરળ બંને બની જાય છે. હા, તે વિરોધાભાસી લાગે છે, પરંતુ તે એક વાસ્તવિકતા છે જેને 2025 સુધીમાં દેશના સફરને જોતાં ધ્યાનમાં રાખવી પડશે. સરળ એટલા માટે છે કારણ કે, સંઘર્ષો રસ્તાઓ પર સ્પષ્ટ દૃશ્યમાન થાય છે, જેનાથી દેશને વધુ પરેશાની થાય છે. જટિલ એટલા માટે છે કારણ કે, તેના લાંબા ગાળાના પ્રભાવોનું સરળ શબ્દોમાં મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે.
બબલ ડેમોક્રેસીમાં, જે પોતાના મૂળ સિદ્ધાંતો પર અપમાનજનક હુમલાઓનો સામનો કરી રહી છે, આવા મૂલ્યાંકન માટે માપદંડ શું છે? મુખ્યત્વે અને વધુ અગત્યની વાત એ છે કે, આ સામાજિક અને રાજકીય માળખાની સ્થિતિ હોવી જોઈએ, જેના પર આર્થિક અને અન્ય સફળતાઓના માપદંડો આધાર રાખે છે. સામાજિક અશાંતિ, જે મુખ્યત્વે સંઘર્ષના રાજકારણથી ઉશ્કેરાયેલી છે – એક એવું તંત્ર જેને દિલ્હીમાં શાસક સરકાર દ્વારા અને અમુક અંશે વિવિધ રંગોના પ્રાદેશિક ક્ષત્રો દ્વારા તેમના રાજકીય નસીબ ચમકાવવા માટે ખુલ્લેઆમ અને જબરજસ્તી અપનાવવામાં આવી રહ્યું છે, સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદી સરકારના સફળતાના ગ્રાફ પર પડછાયો પડી ગયો છે, જોકે, તેમના નામે ઘણી સિદ્ધિઓ છે.
આ પૃષ્ઠભૂમિમાં મૂલ્યાંકન અથવા સમીક્ષા મુજબ, 2025નું વર્ષ ચોક્કસપણે કડવો સ્વાદ છોડી ગયું છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયો હોવા છતાં અને કેન્દ્ર સરકાર ચલાવવા માટે સાથી પક્ષો પર વધુ નિર્ભર હોવા છતાં તેનાથી મોદીની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી. સંઘર્ષો, વિવાદો અને મૂંઝવણો ઉપરાંત- રાજકીય પરિદૃશ્યમાં શાસક ભાજપ અને કોંગ્રેસ-નેતૃત્વવાળા વિપક્ષ વચ્ચે અને સમાજમાં- તેઓ પ્રભાવશાળી વ્યક્તિ રહ્યા છે. જોકે, તેઓએ જાહેર ચર્ચાના સ્તરને વધુ ઓછું કરવામાં ફાળો આપ્યો છે. કદાચ, તે તેમની રાજનીતિ માટે તો અનુકૂળ હતું, પણ ચોક્કસપણે રાષ્ટ્ર માટે નહીં.
દુર્ભાગ્યવશ, આ વર્ષમાં બંધારણીય સંસ્થાઓ એવા વિવાદોમાં ફસાઈ ગઈ જે રાષ્ટ્રીય કે જાહેર હિતમાં નથી. અને ચોક્કસપણે ટાળી શકાય તેવા હતા. આ સંસ્થાઓની સ્વાયત્ત કામગીરી પર હંમેશાં પ્રશ્નાર્થ ચિન્હ રહ્યું છે, જેમાં એક પછી એક કેન્દ્ર સરકારોમાં તેમના કામકાજમાં દખલ અને પ્રભુત્વ મેળવવાની વૃત્તિ રહી છે. 2025માં આ વધુ સ્પષ્ટ ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) કેન્દ્ર સ્થાને આવ્યું ત્યારે થયું.
2024ની લોકસભા ચૂંટણી પછી રાજ્ય ચૂંટણીઓ યુદ્ધના મેદાન રહી. વર્ષ પૂર્ણ થાય એ પહેલાં ભાજપે દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર અને બિહાર વિધાનસભા ચૂંટણીઓ જીતી – જે રાજકીય પંડિતો, ચૂંટણી વિશ્લેષકો અને સ્વતંત્ર નિરીક્ષકોના અનુમાનથી વિપરીત હતી. આનાથી સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદી સરકાર (વાંચો ભાજપ) અને વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ વચ્ચે તીવ્ર યુદ્ધ રેખાઓ ઊભી થઈ. ત્યારથી શાસક સરકાર અને ઈસીઆઈ પર ‘હેરાફેરી’ના આરોપ લાગતા રહ્યા છે અને નિર્વાચન સદન તરફથી કોઈ પણ વાજબી જવાબ ન મળવાને કારણે ઈસીઆઈ આ લડાઈમાં ખુદને ફસાયેલું જુએ છે.
બિહારમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા, જેને એસઆઈઆર તરીકે ઓળખવામાં આવે છે, જે ઉતાવળમાં કરવામાં આવ્યા હતા, જેમાં મતદારોના નામ લોક, સ્ટોક અને બેરલમાંથી દૂર કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ અન્ય રાજ્યો દ્વારા ભાજપના નેતાઓ દ્વારા ‘ગેરકાયદે મતદારો’ તરીકે વર્ણવવામાં આવેલા નામોને મતદાર યાદીઓમાંથી દૂર કરવામાં આવ્યા હતા, જેના પરિણામે રાજકીય વાતાવરણ વધુ ખરાબ થયું. કેન્દ્રમાં શાસક પક્ષને મદદ કરવા માટે મતદાર યાદીઓમાં ‘હેરાફેરી’ કરવામાં આવી રહી હોવાના વિપક્ષના આરોપોને ખાતરીપૂર્વક સંબોધવાને બદલે આમાંની કેટલીક સંસ્થાઓના અધિકારીઓ ખુલ્લેઆમ રાજકીય વલણ અપનાવતા જોવા મળ્યા તે વધુ ચિંતાજનક હતું, જે પહેલાં ક્યારેય જોવા મળ્યું ન હતું.
જો 2014ની ચૂંટણીમાં વિપક્ષને મળેલા પરાજય પછી મોદી વધુ મજબૂત રીતે ઊભરી આવ્યા તો 2025માં વિપક્ષી એકતાનો વધુ નાશ થયો. એવું નથી કે આ વર્ષની શરૂઆતમાં તે વધુ મજબૂત સ્થિતિમાં હતી, પરંતુ આંતરિક ઝઘડાઓ અને વિરોધાભાસો અને નેતાઓના વધેલા અહંકાર અને મહત્ત્વાકાંક્ષાઓએ ઇન્ડિયા ગઠબંધનને વધુ નબળું પાડ્યું, બિહારમાં સંપૂર્ણ પરાજય ઇન્ડિયા ગઠબંધન માટે મૃત્યુની ઘંટડી સમાન હતો. વિપક્ષના દૃષ્ટિકોણથી તે લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા વન મેન શો ચાલુ રહ્યો. ન તો તેઓ વિપક્ષી એકતા પ્રાપ્ત કરી શક્યા કે ન તો તેમના પોતાના પક્ષના માળખામાં તાલમેળ બેસાડી શક્યા. પરિણામે, 2026 તેમના અને વિપક્ષ માટે ખૂબ જ પડકારજનક રીતે શરૂ થશે.
તેમના માટે જાણીતા કારણોસર, પ્રાદેશિક નેતાઓ અને ઇન્ડિયા ગઠબંધનના ભાગીદારો જેમ કે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસસીપી-જૂથ)ના સુપ્રિમો શરદ પવાર, ડીએમકે વડા સ્ટાલિન અને અન્ય પક્ષોના નેતાઓની વિપક્ષી એકતામાંથી સંપૂર્ણ ગેરહાજરી હતી. વર્ષના અંતમાં એક ખંડિત વિપક્ષ બચ્યો હતો. આ એ હકીકત હોવા છતાં હતું કે, ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું ‘વોટ ચોર, ગદ્દી છોડ’ રાષ્ટ્રવ્યાપી અભિયાન, જે દિલ્હીના રામલીલા મેદાનમાં સફળ રેલીમાં પરિણમ્યું હતું, તે મોદી અને તેમની ટીમને ઘેરવામાં સફળ રહ્યું. આ કોંગ્રેસ માટે એક સારો ટેક ઓફ પોઇન્ટ બની શકે છે.
2025ના વર્ષનું એક મુખ્ય આકર્ષણ પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી હુમલાના બદલામાં સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાન સામે હાથ ધરવામાં આવેલ ઓપરેશન સિંદૂર હતું, જેમાં ઘણા નિર્દોષ પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશન એ અર્થમાં અલગ હતું કે, તેમાં પહેલીવાર ટેક્નોલોજીકલ યુદ્ધનો નમૂનો જોવા મળ્યો, નહીં કે ભૂતકાળની જેમ તોપખાના અને પાયદળ પ્રભુત્વ ધરાવતા યુદ્ધો, જેમાં હવાઈ અને દરિયાઈ યુદ્ધ થતા.
તેના વાસ્તવિક પરિણામ સાથે વિવાદોનો મોટો હિસ્સો જોડાયેલો હતો. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક લોકોએ તેના પરિણામ વિશે પ્રશ્નો ઉઠાવ્યા. તેમાં કોઈ શંકા નથી કે ‘ઓપરેશન સિંદૂર’ સંબંધિત ઘણા પ્રશ્નો હજી પણ અનુત્તરિત છે જે લોકો જાણવા માંગતા હતા. શક્ય છે નવા વર્ષમાં સરકાર દ્વારા આવા શંકાઓનું નિરાકરણ કરવામાં આવશે.
વર્ષ દરમિયાન ઉપરાષ્ટ્રપતિના ઉચ્ચ બંધારણીય કાર્યાલયને લગતો બીજો વિવાદ જોવા મળ્યો. તે વર્તમાન જગદીપ ધનખડના અચાનક રાજીનામાને કારણે હતો, જેમણે રાજ્યસભાના અધ્યક્ષ તરીકેના તેમના વ્યવહાર અને કેટલાક કિસ્સાઓમાં તેમના જાહેર વર્તનને કારણે વિવાદો ઊભા થયા હતા, જેના પર ઘણા લોકોએ આરોપ લગાવ્યો હતો કે, રાજકીય અને પક્ષપાતીપૂર્ણ હતું. ૨૦૨૫માં ભારતના લોકશાહી ઇતિહાસમાં લખાયેલો આ એક ખરાબ અને કાળો અધ્યાય હતો. સ્વાસ્થ્યના કારણોસર ઉચ્ચ પદ પરથી તેમનું અચાનક રાજીનામું, આજ સુધી સરકારનું સંપૂર્ણ મૌન, અને જાહેર જનતાની નજરમાંથી ગાયબ થઈ જવું, વર્ષ પૂરું થવાના થોડા સમય પહેલા અચાનક દેખાવાના કારણે આ મુદ્દો વધુ રહસ્યમય બન્યો.
ધનખડ રાજ્યસભામાં આક્રમક હતા જેના કારણે તેમને વારંવાર વિપક્ષ સાથે ટકરાવ થતો હતો, અને તેઓ તેમને કોઈ મોકો આપતા ન હતા. તેના કારણે પ્રથમ વાર કોઈ ઉપરાષ્ટ્રપતિ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. અપેક્ષિત રીતે વિપક્ષે તેમનો વિરોધ કર્યો, સરકાર અને ટ્રેઝરી બેન્ચે તેમને અણધારી રીતે બેસાડી દીધા. અંતે, શાસક સરકારની મનમાનીને કારણે રાષ્ટ્ર માટે શરમજનક પરિસ્થિતિ ઊભી થઈ.
અવિશ્વાસનો ભય ઘેરાઈ રહ્યો હતો અને સરકાર તેમનો બચાવ કરવાના મૂડમાં ન હતી, જેના કારણે તેમણે ગુસ્સામાં રાજીનામું આપી દીધું. સપ્ટેમ્બરમાં સી પી રાધાકૃષ્ણનને તેમના અનુગામી તરીકે ચૂંટવામાં આવ્યા હતા, જેમાં શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ)ની સંખ્યાત્મક બળે એક સરળ પરિવર્તન સુનિશ્ચિત કર્યું હતું. રાજીનામાથી સંસ્થાકીય અસ્થિરતા ઊભી થઈ ન હતી, પરંતુ તે સંસદમાં કારોબારી, વિધાનસભા અને વિપક્ષ વચ્ચે વધતા ઘર્ષણને મજબૂત રીતે પ્રતિબિંબિત કરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.