ચાલવાના શોખીન સુરતીલાલાઓ વહેલી સવારે ઊડીને પથારીનો ત્યાગ કરીને ચાલવા નીકળે છે. હલકી ફૂલકી કસરત કહે છે. બાપદાદાના જમાનાનું આ કુદરતી પીણું નીરો અવશ્ય પીએ છે. સુરતવાસીઓનો મનભાવન શિયાળાનો નીરો સુરતીલાલાઓને નીરોગી રાખે છે. શરીરને ચુસ્ત તંદુરસ્ત રાખે છે. નીરો પીવાના પણ તેઓ મર્યાદા જાળવે છે. કેટલાંક કબજીયાતવાળા સુરતીઓ પોતે મનથી એવુ માને છે કે એકાદ બે ગ્લાસ નીરો પીવાથી કબજીયાતમા રાહત થાય છે તબિયત સાફ રહે છે.
દિવસ સુધરી જાય છે. આપણા ઘરની મહિલાઓએ નીરાથી લોટ બાંધે છે. અને એના ખીરૂની સ્વાદિષ્ટ પુરી બનાવે છે. જેની ખાવાની બહુ મજા આવે છે. એ પુરી સાથે ભગત મુઠીયાનું તપેલીનું શાક ખાવાની પણ ખૂબ મજા આવે છે. રવિવારની રજાના દિવસે જે શંકર ધનજીનું પાપડીનું ઊંધીયુ મંગાવે છે. ઠાકોર મીઠાઈનો સાલમપાક અને ઘેલા નાનચંદની તાજી મલાઈનું ભોજન રાખે છે. દીકરી જમાઈને બોલાવીને બધા ભેગા મળીને રંગેચંગે ભોજનની મજા લૂંટે છે. આવા મનમૌજી સુરતીલાલાઓ જેવા ખાવા પીવાના શૌખીન જગતમાં બીજે ક્યાંય જોવા નહી મળે.
ગોપીપુરા, સુરત- જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.