Charchapatra

વિશ્વકોશથી વિશ્વસંસ્કૃતિ ભણી

વર્તમાન યુગમાં અનોખી વિશ્વ સંસ્કૃતિ આકાર લઇ રહી છે ત્યારે માનવી માટે વિશ્વની જાણકારી મેળવવી ખૂબ જરૂરી બની ગઈ છે. તે પણ જો માતૃભાષામાં મળે તો અતિ ઉત્તમ. ગુજરાતીઓ માટે કહેવાતું કે કબાટ લેશે તો તેમા તે કપડા –દાગીના મુકશે, પુસ્તક નહીં. આ સંજોગોમાં માતૃભાષામાં વિશ્વનું જ્ઞાન આપવા માટેની પ્રેરણા સાંકળ ચંદભાઈ પટેલને થતા તેમણે ડૉ. ધીરૂભાઈ ઠાકરને 13 લાખ રૂપિયા આપી, ગુજરાતી ભાષામાં વિશ્વકોશ તૈયાર કરવાની કામગીરી શોપી.

બીજી ડિસેમ્બર 1985નાં રોજ શ્રી શ્રેણિકભાઈનાં અધ્યક્ષ પદે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના થઈ વત્તા ગુજરાતી વિશ્વકોશનાં મંગળ શુભારંભ એચ.એલ.કોલેજની હોસ્ટેલની ભોજનશાળામાં થયો. આ જ્ઞાનયજ્ઞમાં ગુજરાત સરકાર તરફથી ગ્રંથ પ્રકાશન માટે સહાય તથા ઉસ્માનપુરા, અમદાવાદ ખાતે વિશાળ ભવનનું નિર્માણ થઇ શકે તેટલી 2726 ચો.મી. જમીન વિના મૂલ્યે આપી. ફળસ્વરૂપે ગુજરાતની અસ્મિતાના પ્રતિક સમું ભવ્ય ભવન નિર્માણ પામ્યુ. પૂજ્ય પ્રમુખ સ્વામીનાં હસ્તે પ્રથમ ખંડનું વિમોચન તા. 2-12-1989ના રોજ થયું. જ્યારે તા. 15-12-2009ના રોજ પૂ. મોરારી બાપુના હસ્તે 26માં છેલ્લાં ખંડનું વિમોચન થયું હતું. 

ટ્રસ્ટ ધારત તો વિશ્વકોશની કામગીરી પત્યા પછી રામરામ કરી શકયું હોત પણ તેના સંચાલકો સ્થગિતતામાં નહીં પણ સતત વહેતા રહેવાની ખેવનાવાળા હવાથી નીચે જણાવેલ સામયિકો વત્તા બાળવિશ્વકોશ, નારીકોશ, ગ્રંથાલય, વિજ્ઞાનકોશ વિ. વિવિધ કોશ વત્તા પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિ અવિરત ચાલી રહી છે.
વ્યારા    – પ્રકાશ સી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top