અમદાવાદ : ઉતરાયણ નજીક આવી રહી છે તેવામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલ જેવી જીવલેણ વસ્તુઓના વેચાણ સંગ્રહ અને વપરાશ કરનાર સામે કડકમાં કડક પગલાં લેવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે. સાથે જ તમામ જિલ્લાના પોલીસ વડાઓને આ અંગે ડે-ટુ -ડે રિપોર્ટ રજૂ કરવાની પણ તાકીદ કરી છે.
રાજ્યમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના પ્રતિબંધ અંગે ગુજરાત હાઇકોર્ટમાં સરકાર દ્વારા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. આ સોગંદનામાં રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, તા. 21 નવેમ્બર થી 10 ડિસેમ્બર 2025 દરમિયાન પોલીસ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓના ઉત્પાદન વેચાણ સંગ્રહ સંબંધી 59 જેટલા ગુનાઓ દાખલ કરીને, 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યભરમાંથી 70 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.