SURAT

સુરતના અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ આવતા તમામ દુકાનદારોના કોરોના ટેસ્ટ ફરજીયાત

સુરત : સુરતમાં ચૂંટણી સમયે રાજકીય તાયફા(POLITICAL SHOW)ઓ થયા બાદ હવે કોરોનાનું સંક્રમણ (CORONA INFECTION) ફરીવાર બેકાબુ બની ગયું છે, ત્યારે ધીર ધીરે લોકડાઉન(LOCK DOWN)ના સમયની યાદ અપાવે તેવા પ્રતિબંધો ફરીથી લાગુ થવા માંડયા છે. ત્યારે ખાસ કરીને ફરી એકવાર અઠવા ઝોન કોરોનાના જવાળામુખી પર બેઠુ હોય તેવી સ્થિતી છે. રોજે રોજ અઠવા ઝોન(ATHVA ZONE)માં કોરોનાના દર્દીઓનો જાણે વિસ્ફોટ થઇ રહ્યો છે. ત્યારે મનપા કમિશનરે આંશકા વ્યકત કરી હતી કે, જે રીતે આ વિસ્તારોની કોરોનાનો ગ્રાફ વધવાની હિસ્ટ્રી છે, તે જોતા હજુ પણ દર્દીઓ વધે તેવી શકયતા છે. તેમજ સુરત માટે આગામી 15 દિવસ બહુ ભારે રહેશે.

જો આ દિવસોમાં લોકો જાગૃતિ દાખવી કોરોના સંક્રમણી ચેઇન અટકાવવા પ્રયાસ નહીં કરે તો પછી સ્થિતી ઘણી ખરાબ થઇ જશે. શહેરના પોશ ગણાતા અઠવા ઝોનમાં કોરોનાનો વિસ્ફોટ થવા પાછળનુ કારણ અહીંના લોકો મોટા પ્રમાણમાં અન્ય શહેર કે રાજ્યોમાં જતાં હોવાનું પણ બહાર આવ્યુ છે. આ સાથે અઠવા ઝોનના તમામ વિસ્તારોમાં હવે દુકાનદારો તેમજ વેપારીઓનુ ફરજિયાત ટેસ્ટિંગ (CORONA TESTING) કરાશે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, ધનવંતરી રથ તમામ વિસ્તારોમાં જઇને ટેસ્ટિંગ કરશે અને નેગેટિવ રિપોર્ટ હોય તે જ લોકો દુકાન પર કે કામ પર હાજર રહી શકશે, તેમાં કોઇ બાંધછોડ ચલાવી લેવાશે નહી.

પાંડેસરા હાઉસિંગમાં છત્રપતિ વેજીટેબલ માર્કેટ બંધ કરાવવામાં આવી.

મહત્વની વાત છે કે સુરતમાં ચૂંટણી સમયે રાજકીય તાયફાઓ થયા બાદ હવે કોરોનાનું સંક્રમણ ફરીવાર બેકાબુ બની ગયું છે, ત્યારે એક તરફ શહેરમાં મેયર પોતે રસ્તા પર આવીને લોકોને કોરોનનો નવીન પાઠ ભણાવી રહ્યા છે, અને બીજી તરફ શહેરમાં સંક્રમણ વધતા મનપા તંત્ર દ્વારા પણ લાલ આંખ કરવામાં આવી છે. ઉધના ઝોન દ્વારા કડક કાર્યવાહી કરાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં એકઠા થતા હોય, ઉધના ઝોન દ્વારા પાંડેસરા હાઉસિંગમાં દુકાનો પણ બંધ કરાવવામાં આવી હતી. શાક અને ફ્રૂટ માર્કેટ (VEGETABLE AND FRUIT MARKET) સહિત દુકાનો બંધ કરવામાં આવી હતી. જો કે આ બધા નિયમો માત્ર ગરીબ પ્રજાને માથે જ ઝીંકાતા હોય તેવી પણ હૈયા ધરપત વેપારીઓ ઠાલવી રહ્યા છે, અને ફરીવાર સુરતના ગરીબ વેપારી અને રેસ્ટોરન્ટના માલિકો આ પરિસ્થિતિમાં બંધ પાળવા લાચાર બન્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top