Charchapatra

વધુ નાણાં કમાવા માટે હિંસક ફિલ્મો બનાવવી જરૂરી ખરી?

સાઉથની હિંસાત્મક ફિલ્મો ડબ થઇને હિન્દીમાં રીલીઝ થાય છે. સાઉથની ફિલ્મની આપણે વાત કરવી નથી. આપણા હિન્દી ફિલ્મોમાં જે ફિલ્મ વધારે નાણાં કમાય તેને સારી ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. આવી એક પ્રણાલી થઇ ગઇ છે. ખરેખર કેટલીક સારી ફિલ્મો બોક્સઓફિસ પર સારી કમાણી કરી શકતી નથી. એક ફિલ્મ જેટલો વકરો કરે ત્યાર પછીની ફિલ્મ તેનાથી વધારે વકરો કરે. અને નવી ફિલ્મ આવે તેના ટિકિટ બારી પર દર વધી જાય એટલે સ્વાભાવિક રીતે જ તેની કમાણીનો આંક મોટો દેખાય. વળી, પબ્લિકને આકર્ષવા માટે હિંસાનું પ્રમાણ વધારવામાં આવે છે.

આ હિંસા બતાવવા માટે તે સત્ય ઘટના છે તે રીતે તેને પ્રસ્તુત કરવામાં આવે છે. કેટલીક હિંસા એટલી વિચિત્ર હોય છે કે જોતી વખતે આંખ આડા કાન કરવા પડે છે. બતાવનારા હિંસા બતાવતી વખતે જોનારની ક્ષમતા પણ જોવી જોઈએ. મેં એકવાર એનિમલ ફિલ્મ જે થિયેટરમાં એડલ્ટ હતી તે જ ફિલ્મ કેબલ પર બાળકોને જોતાં જોયેલાં. આનો કંઇ અર્થ ખરો? સત્ય ઘટનાના બહાને ફિલ્મમાં હિંસા બતાવાય અને ફિલ્મ જોઇને હિંસા કરાય એ બંને એક બીજાના પૂરક છે. જો સમાજને અહિંસક બનાવવો હશે તો ફિલ્મો પણ અહિંસક બનાવવી પડશે.
ગોડાદરા, સુરત – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top