એક મિત્ર સાથે “ચર્ચા” કરતા સંઘ (આરએસએસ) એના સો વર્ષની ઉજવણી રુપે ઘેર-ઘેર મળવા જઈ પોતાના સંગઠનની વાતો સાથે રાષ્ટ્ર કહો કે સમાજને માટે પાંચ પરિવર્તન ના મુદ્દા વિવિધ સમસ્યાનાં ઉકેલ માટે જણાવે છે. જેમાંના બે મુદ્દા મને વધારે ગમ્યા. એક તો છે “પર્યાવરણ સંરક્ષણ”. દાયકાઓ અગાઉ એક ચર્ચાપત્રમાં લખેલુ કે મારી ઘરડી અને અભણ મા તુલસીનાં છોડને કે પીપળાનાં વૃક્ષ પર પાણી રેડવાની ક્રિયાને ઠાકોરજીની સેવા જેટલું જ મહત્વ આપતી હતી. પરંતુ તે સમયે એ ધ્યાનમાં ના આવ્યું કે તે કેટલુ નિયમિત અને સતત રીતે “પર્યાવરણ સંરક્ષણ” કરી રહી હતી. આજે પણ આ વાત એટલી જ મહત્ત્વની છે. હા, એક વાત છે ના તો આપણી પાસે એટલો સમય છે કે નથી એવી કોઈ જગ્યા કે આપણે આમાનું કંઇ કરી શકીએ. પરંતુ એટલુ તો અવશ્ય કરી શકીએ કે આપણાં ફ્લેટમાં તુલસીનાં કે અન્ય છોડના કૂંડા રાખીએ અને સતત તેમજ નિયમિત એને પાણી પાઇએ. અને બીજુ, સાંજે ચાલવા જઇએ ત્યારે પીવાના પાણીની બોટલનું પાણી બાગના કોઇ એક ચોક્કસ છોડને પાઇએ. અમારે ત્યાંના ગાર્ડનનાં એક છોડને આ રીતે વિકસાવ્યો છે. ક્યારેક ત્યાં પાંચ-પંદર સેકન્ડ ઉભા રહી સફળતાનો આનંદ માણીએ છીએ.
પાલણપોર ગામ, સુરત- ચેતન સુશીલ જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.