Chhotaudepur

બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ


છોટાઉદેપુર:
છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં તા. ૦૮/૧૧/૨૦૨૫ના રોજ અજાણ્યા ઇસમ દ્વારા બજાજ કંપનીની રિક્ષા (રજી. નં. GJ-23-Z-7776)માંથી એક્સાઇડ કંપનીની બેટરી ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે માં બી.એન.એસ. કલમ ૩૦૩(સી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ ઇન્સપેકટર એ. આર. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સિંગ તથા ટેકનિકલ સર્વેલન્સ ટીમ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન માહિતી મળી કે છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં રહેતા જાકીરભાઈ અબ્દુલસતાર શેખ અને આસીફખાં યુસુફખાં પઠાણ દ્વારા બેટરી ચોરી કરવામાં આવી હતી. બંને આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેમણે ગુનો કબૂલ કર્યો.
આરોપીઓએ ચોરાયેલ બેટરીઓ છોટાઉદેપુર સરકારી દવાખાના સામે આવેલી ભારમલ ટ્રેડર્સને વેચી હોવાની માહિતી આપતા, તપાસમાં કુલ ચાર બેટરીઓ (અંદાજે કિમત રૂ. ૬,૦૦૦/-) કબજે કરવામાં આવી. આરોપીઓને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ રીતે છોટાઉદેપુર પોલીસ દ્વારા બેટરી ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી અસરકારક કામગીરી કરી છે.


રિપોર્ટર— સંજય સોની, છોટાઉદેપુર

Most Popular

To Top