Gujarat

સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા

સુરેન્દ્રનગર કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ તેમજ ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ઈડીએ દરોડા પાડ્યા છે. ડો. રાજેન્દ્ર પટેલ 2015 ની બેંચના આઈએએસ અધિકારી છે. તેમજ તેઓ હાલ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. કલેક્ટરના નિવાસ વહેલી સવારે ઈડીએ દરોડા પાડ્યા હતા. આ ધટનાને પગલે સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સુરેન્દ્રનગર કલેક્ટરના નિવાસ સ્થાને વહેલી સવારથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉપરાંત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. બંને અધિકારીઓને ત્યાંથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ જણાવાઈ રહી છે.

વહેલી સવારથી કલાકથી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના બંગલામાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઇડી દ્વારા તેમના ઘરે બિનહિસાબી વ્યવહારોની તપાસ શરૂ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે કલેક્ટરના નિવાસ સ્થાન બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Most Popular

To Top