Shinor

સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો

શિનોર પોલીસની સરાહનીય કામગીરી

અંદાજે રૂ. 4.37 લાખથી વધુની ચોરી કરનારા ચાર તસ્કરો ઝડપાયા
(પ્રતિનિધિ) શિનોર |
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં બનેલા બે અલગ અલગ ચોરીના બનાવોમાં શિનોર પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. સાધલી ગામે આવેલ મનન વિદ્યાલયમાં થયેલી મોટી ચોરી તેમજ સેગવા ખાતેના શોરૂમ ચોરીના કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
શિનોર તાલુકાના સાધલી ગામે સાધલીથી ઉતરાજ જવાના મુખ્ય માર્ગ પર મનન વિદ્યાલયમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. શાળામાંથી અંદાજે રૂ. 4,37,000થી વધુની રોકડ અને સામાનની ચોરી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ચોરી દરમિયાન તસ્કરો ધાબળા ઓઢીને ફરતા હોવાનું શાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું.
આ ઉપરાંત તા. 20/12/2025ના રોજ શિનોર તાલુકાના આનંદી (સેગવા) ગામે શ્રીજી સોસાયટીના નાકે આવેલ **Maruti Suzuki Showroom – રવિરત્ના મોટર્સ પ્રા. લિ.**ના વર્કશોપની ફ્રન્ટ ઓફિસનું તાળું તોડી ટેબલના ડ્રોઅરમાંથી સર્વિસ બિલની રકમ રૂ. 70,270ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
બંને બનાવોની જાણ થતાં શિનોર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે તપાસ હાથ ધરી અને ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ પોલીસ દ્વારા વધુ પૂછપરછ અને તપાસની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top