Vadodara

વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર

રોડ સાઈડ પાર્કિંગ અને તંત્રની બેદરકારી ફરી ભારે પડી
(પ્રતિનિધિ) વડોદરા, તા. 23
વડોદરાના વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોડ સાઈડ પર ઉભેલા છોટા હાથી ટેમ્પોને એક આઈસર ટ્રકે પાછળથી ભયાનક ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ટેમ્પોને ભારે નુકસાન થયું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

અકસ્માત સમયે ટેમ્પોની બાજુમાં રોડ કિનારે ગાદલા બનાવતા એક કારીગર કામ કરી રહ્યા હતા. આઈસરની અચાનક ટક્કરથી નજીકમાં રહેલા કારીગરનો પણ ચમત્કારિક રીતે બચાવ થયો હતો, જેને લઈ સ્થાનિકોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.
સ્થાનિક રહેવાસી બાબુભાઈએ ઘટનાને લઈ તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ આ માર્ગ પર ડિવાઈડરનો અભાવ, સ્પષ્ટ રોડ માર્કિંગ ન હોવું અને ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય નિયમન ન થવાને કારણે આવા અકસ્માતો સતત વધી રહ્યા છે. આ માર્ગ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે, છતાં પાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન થતાં લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા હોવાના આક્ષેપો તેમણે કર્યા હતા.

Most Popular

To Top