આંકડા સાથે દોસ્તી ઉંમરની વધી ગઈ
વળગણ વધી ને ઉંમરની રાખ થઇ ગઈ
ઉંમર વટાવી આ મુકામને હું પામ્યો છું
કલમ છૂટી ને હાથમાં લાકડી આવી ગઈ
પૃથ્વી ઉપર પડી રહેવાની ઈચ્છા કોને નહિ થાય..? પણ નીતિવાળી ઉંમર કોઈની સગી નહિ થાય. ક્ષણે-ક્ષણે વધે ખરી, ઘટે નહિ. જાહેર રજાના દિવસો બાદ આપતી હોય તો પણ ઉંમર લાંબી થાય. ફાયદો થાય, બીજું શું..? પણ સમયની ફૂટપટ્ટી ક્યારેય થાપ ખાતી નથી. વિકાસ અદ્ભુત થયો, પણ ઉંમરને અટકાવે એવો કોઈ વૈજ્ઞાનિક પાક્યો નથી. અટકવાનું નામ નહિ લે, એનું નામ જ ઉંમર..! ઉંમર બહુ નફફટ છે મામૂ..! ઉંમરને નાકે આવી ગયેલાં હોય, એને તો દીવાલ ઉપર ચીતરેલા પાડા પણ યમરાજના લાગે..! ગભરાટ થાય કે, પાડા જીવ લેવા આવી ગયા કે શું..?
આ તો જિંદગી છે, છોલેલી અખરોટ નથી. જેમ સુરજને સવાર-બપોર ને સાંજ હોય, એમ જિંદગીને પણ ત્રણ તબક્કા હોય..! બચપણથી યુવાની સુધીની ઉંમર રેશમી લાગે, યુવાનીથી વૃદ્ધાવસ્થા સુધીની ઢાકાની મલમલ જેવી લાગે, ને વૃદ્ધાવસ્થા આવે એટલે ખરબચડી થવા માંડે. મોંઢામાં ફર્નીચર ના હોય, ત્યારે જ વટાણા ચાવવાના આવે. એને ઉંમર નહિ, ઉમ્મારો કહેવાય..! ચમનિયાનું હૃદય આજે પણ ડિસેમ્બર મહિનો આવે ને, ધકક..ધકક થવા માંડે. ને પ્રેસર ઊંચા કૂદકા લેવા માંડે. પોતે દેખાય બુદ્ધ જેવો પણ ચહેરા ઉપર ઘરડાઈ દેખાવા માંડે. ૧૯૪૮ નું મોડલ રહ્યું એટલે થાય જ..! માંડ માંડ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એ પૃથ્વી ઉપર પ્રગટ થયેલો. કોઈ જનમદિવસ ઉજવવાની વાત કરે તો ધરાર ના પાડે કે, બર્થ ડે ઉજવવો એટલે જીવતર ઉપર બુલડોઝર ફેરવવા બરાબર..! જિંદગીનું એક વર્ષ ઓછું થાય ને, તમને ઉજવણી કરવાનું સૂઝે..! એવું ચોખ્ખું સંભળાવી દે…!
એ તો આપણે જાણીએ કે, ઉંમર એક આંકડો છે પણ એના ભેજામાં એ વાત નહિ ઊતરે. એવો જ ભમરો ફરે કે, ડિસેમ્બર મહિનો બારમો, એટલે બારમું જ લાવે..! ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહિ..!
૧૯૪૮ ના ડિસેમ્બર મહિનામાં ચમનિયાની ફ્લાઈટ પૃથ્વી ઉપર ‘લેન્ડીંગ’ થયેલી ને દૂધમાં સાકાર ભળે એમ પૃથ્વીમાં ભળી ગયેલો..! ત્યારથી જ પૃથ્વી ઉપર ટ્રાફિક પણ વધેલો. મને કહે. ‘રમેશિયા..!
માન કે ન માન પણ ઉપરવાળાના દરબારમાં પણ Closing Clearance ની સીસ્ટમ હોવી જોઈએ. એ વિના મારો જનમ બારમા મહિનામાં થાય નહિ. Clearance માં પકડાયું હશે કે, ‘લેએએએ…અમુક ‘લોટ’ તો પૃથ્વી ઉપર મોકલવાનો બાકી જ રહી ગયો..! એ વધેલા ‘લોટ’ નો જીવ તે હું..! મને એની વાતમાં દમ એટલે લાગ્યો કે, ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કડકડતી ટાઈઢ ઓઢીને લોકો ઘોર નિદ્રામાં ઘોરતાં હતાં ત્યારે વહેલી સવારે જ એ પૃથ્વી ઉપર પ્રગટ થયેલો પણ બગાસું ખાતાં પતાસું પડે એમ, ફ્લાઈટ લેન્ડ થઇ ત્યારે પૃથ્વી ઉપર ઉજવણી ને આતશબાજી ચાલતી હતી.
બંદાને એવું પણ લાગેલું કે, ‘વાહ..! લોકો મારા સ્વાગત માટે કેવા થનગની રહ્યાં છે?’ પછી ખબર પડેલી કે, લોકો તો નાતાલની ઉજવણી કરતાં હતાં. બાકી, કોઈ કાનખજૂરાએ પણ આ ફટીચરના જનમની નોંધ નહિ લીધેલી. છતાં ચાલતી ટ્રેનમાં ચઢી ગયા હોય ને બારી પાસે જગ્યા મળી જાય એટલો આનંદ ઉજવણીનો માહોલ જોઇને થયેલો. ઈશ્વરેચ્છા બલિયસી..!
બાકી, ચમનિયાના જનમ સાથે આપણે કોઈ લેવાદેવા નથી. પણ આ તો એક વાત કે, લોકોના જનમમાં પણ કેવી ખૂબી હોય..! માણસ પાસે આધારકાર્ડ હોય કે ના હોય, જનમ તારીખ તો હોય જ..! એટલે કાગળની હોડીમાં બેસીને દરિયાઈ સફર કરવા નીકળ્યો હોય એમ ચમનિયાના જનમ ઉપર ગલગલિયાં કરાવવાની મને ઊપડી..!
આપણે ત્યાં રિવાજ છે કે, માણસ મરે ત્યારે દીવો સળગાવે, ને જનમદિવસની ઉજવણીમાં દીવો હોલવે..! પછી કેક કપાતી હોય ત્યારે, તાબડા પાડીને નારો લગાવે, “ Happy birth day to you..! ને આપણને સંભળાય ‘હવે થોડું રિયુયુઉ..! કેકને બદલે ઉંમર કપાતી હોય એવી વેદના તો થાય પણ ઝામેલી પાર્ટીમાં કહેવાય કોને..? માથા ઉપર દેડકી ડિસ્કો કરતી હોય ને લોકો તાંડવ નાચ કરતાં હોય એવું ફિલ થાય ..! ‘Happy birth day ને બદલે “Happy વ્યર્થ day’ લાગે.! જનમતારીખે એક વર્ષની પથારી ફરી જતી હોય તો ગુદગુદી થોડી થાય..? આ તો પેલા જેવી વાત છે, વિદેશમાં સોલ્લીડ ઝામી ગયા હોય ને, ટ્રમ્પ જેવો ‘ફરિસ્તો’ તેને હાંકી કાઢવાની પેરવી કરે ત્યારે ચચરે તેવો આઘાત તો લાગે. બાકી, આપણે ક્યાં નથી જાણતા કે, જિંદગી એક રંગમંચ છે. જ્યાં દરેકે પોતપોતાનો રોલ ભજવીને ચાલતી જ પકડવાની હોય..! વિદેશના વિઝા તો રીન્યુ પણ થાય, જિંદગીના નહિ..!
મુક્ત જિંદગી જીવી જવાનું ભાન રાખું છું
શ્વાસો બચાવી શરીર સાવધાન રાખું છું.
જીવો અને જીવવા દો ના રાહ પર ચાલી
હૃદયના ખૂણે પોતાનું સ્મશાન રાખું છું .
ઉંમર ભલે સરી જતી રેતી હોય પણ ડિસેમ્બર મહિનાની છાપ સારી તો ખરી. સંસ્કારી મહિનાના કૂખે જનમ મળેલાનો આનંદ ચમનિયાને પણ ખરો. પહેલી ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિન, ત્રીજીએ વિશ્વ વિકલાંગ દિન, ચોથીએ નૌ-સેના દિન, છઠ્ઠીએ નાગરિક સુરક્ષા દિન, દશમીએ માનવ અધિકાર દિન ને ચોવીસમીએ રાષ્ટ્રીય ગ્રાહક દિન..! ને ૨૫ મી ડિસેમ્બરે નાતાલ ને ૨૬ મી એ પ્રજાસતાક દિન..! છેલ્લું આખું અઠવાડિયું મીની ક્રિસમસ વેકેશન આવે..! કોને આનંદ નહિ થાય? વળી કેવા કેવા મહાનુભાવો ડિસેમ્બરમાં જન્મેલા?
ભારતરત્ન અટલબિહારી બાજપાઈ, મહાન ગાયક રફીસાહેબ, પાકિસ્તાનના સ્થાપક મહમદ અલી ઝીણા, પાકિસ્તાની નવાઝ શરીફ, ગઝલસમ્રાટ મિર્ઝા ગાલીબ, સંગીતકાર નૌશાદ જેવા વિખ્યાત માનવીઓ પણ ડિસેમ્બરમાં જ આવેલા. એમાં ચમનિયા જેવો એકાદ કચરો આવી પણ જાય..! (સ્વચ્છતા અભિયાન પણ ચાલવું જોઈએ ને મામૂ..?) આજે એને એક વાતનો સંતોષ ખરો કે, ‘મારા પરિવારમાં કોઈને લવિંગયું ફોડવાનું પણ નહિ ફાવે, પણ નાતાલની વહેલી સવારે જનમ થયેલો હોવાથી, આખું જગત આતશબાજી કરે..!
લાસ્ટ બોલ
આ વખતે તો ચં.ચી.એ સીધું રણશિંગું જ ફૂંક્યું કે, મારી બર્થ ડે ઉપર આ વખતે મને મોંઘામાં મોંઘા સ્થળ ઉપર ફરવા લઇ જજો.
ચમનિયો, બર્થ-ડે ના દિવસે વાઈફને સ્મશાનભૂમિ બતાવવા લઇ ગયો.
ચંચી કહે, ‘ મને અહીં કેમ લઇ આવ્યા?’
અરે..આ જ તો મોંઘામાં મોંઘું સ્થળ છે..! તને ખબર છે આ જગ્યા ઉપર આવવા માટે માણસે જાન આપી દેવો પડે છે..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.