24 મી ડિસેમ્બર એટલે ખુદાના બંદા જેવા એક નેકદિલ માનવીનું આ ધરા પર આગમન. એ દિવસ હતો સંગીત સમ્રાટ બૈજુ બાવરાનો જન્મદિન! રફીજીની યાત્રા શાહજહાંના ગીતથી અને નૌશાદજીનાં સંગીતથી શરૂ થયેલી કોરસ ગીતમાં એક નાનકડો છોકરો ગાતો હતો. તે નૌસાદજીની હીરાપારખું નજરમાં આવી ગયેલો. ને બૈજુબાવરાથી રફીજીના સિતારો ચમકવા લાગ્યો. ઓ… દુનિયા કે રખવાલે ગીત એટલું જ પ્રસિધ્ધ થયું. કોહીનૂરના હીરા જોવું ભજનમાં રફીજીએ પ્રભુ સાથે તાદાત્મ્ય સાધી ગાયેલું. ગીતના સર્જક પણ એવા અને સ્વીકાર પણ એવા જ. પછી ગીતને ચાર ચાંદ લાગી જાય જ ને. પછી તો રફીજી એવા એવા ગીતો આપ્યા કે બધાં જ હીરોને જાણે પોતે ગાતા હોય તેવું લાગે.
રફીજી જ્યરે ન રહ્યા ત્યારે શમ્મીકપૂર રડતાં રડતાં બોલેલા કે મે તો મારો અવાજ જ ગુમાવી દીધો છે. દિલીપ કુમારનું લીડરનું ગીત, મનોજ કુમારના ગીતો, રાજેન્દ્ર કુમારના ગીતો, જિતેન્દ્રનુ મસ્ત બહારોં કા મેં આશિક… સુનીલ દત્તનું બડી દેર ભયી નંદલાલ… દેવાનંદનું ખોયા ખોયા ચાંદ… જ્હોની વૉકરનું સર જો તેરા ટકરાયે…શિરડી સાઇબાબાનું અમર અકબર એન્થનીનું ઋષિકપુરનું ગીત. આવા અનેક ગીતો જાણે હીરો ગાતા હોય એવું જ લાગે. આવા ગાયક તો ફરી પાછા ક્યારે મળશે. કહેવું મુશ્કેલ છે. અમર થઇ ગયા છે રફીજી.
સુરત – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.