Business

શિક્ષિત અંધ ભકતો

ઉચ્ચ શિક્ષિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોલેજના આચાર્ય કે શાળાના હેડમાસ્ટર મોટા મોટા કોર્પોરેટમાં સીઈઓ જેવા અતિ શિક્ષિત ધર્માંધ મંદિર, મસ્જિદ કે ગુરુદ્વારા આપણી અંધ ભક્તિથી જ ચાલે છે. આપણી અસાધ્ય બીમારીમાં કોઇ ભૂવો કે પુજારી તમોને માંદળિયા બાંધે એટલે તમારી બિમારી ઓર વકરશે. ભગવાનના વિકલ્પમાં ડોકટરો તમારી પડખે છે ભલે પછી મોંઘી કનસલ્ટીંગ ફી લેતી. ઉપરોકત ધર્માલયો, શિવાલયોના પુજારીઓ તમારા દાનથી એસી ગાડીઓમાં ફરે છે અને માલપુઆ આરોગે છે.
અડાજણ          – અનિલ શાહ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

એક બાજુ વૃક્ષો વાવો અને બીજી બાજુ વૃક્ષો કાપો
શિક્ષણ સંસ્થા કે સરકારી સંસ્થા કે ખાનગી સંસ્થા – સમાજ દ્વારા વૃક્ષો વાવો અને શુધ્ધ ઓક્સિજન લેવો. વૃક્ષો વાવો ને વરસાદ લાવો. વૃક્ષો વાવો ને પ્રદૂષણથી બચો એવા નારા લગાડવામાં આવે છે. બીજી બાજુ નીચેનો દાખલો આપતો નવસારીમાં ગાંધી સ્મૃતિ ઓવરબ્રિજથી લઈને સિસોદ્રા સુધીના માર્ગ પર વર્ષા જૂનાં ઘટાદાર વૃક્ષો વિકાસના નામે કાપી નાંખવામાં આવ્યાં છે. મારો સીધો સવાલ છે કે એક તરફ સરકાર વૃક્ષો વાવી તેને ઉછેર કરવા પર ભાર આપી રહી છે ત્યાં બીજી તરફ ધડાધડ વૃક્ષો કાપવામાં આવે છે. આ કેવો વિરોધાભાસ છે?
સુરત     – મહેશ આઈ. ડોકટર          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top