અમેરિકાની પ્રતિષ્ઠિત એમ.આઇ.ટી. ઇન્સ્ટીટ્યૂટના તાજેતરના સંશોધન અન્વયે એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ને કારણે 12 ટકા નોકરીઓ ઓછી થનાર છે. આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડીપફેક અને આતંકવાદમાં એ.આઇ.નો ઉપયોગ માનવ માટે જોખમી છે. એ.આઇ.નો દુરુપયોગ ટાળવા માટે ગ્લોબલ એ.આઇ. કોમ્પેક્ટ બનાવવા અપીલ કરેલ હતી.
તેમણે ક્રીટીકલ ટેકનોલોજીને નાણાંકીય લાભનું સાધન બતાવવાના બદલે માનવકેન્દ્રિત રાખવા પર ભાર મૂક્યો હતો. વર્ષ 2019થી અત્યાર સુધી માત્ર દેશમાં ડીપફેક સાથે જોડાયેલા ગુનાઓમાં વિક્રમ એવા 550 ટકાનો વધારો થયેલ છે જેના કારણે 7000 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપરોક્ત વાતને આ વધેલી ગુનાખોરીને સમર્થન આપે છે. બલ્ગેરિયાના ભવિષ્ય નેતા બાબા વાંગાએ વર્ષ 2026 માટે કરેલી આગાહીઓમાં એ.આઇ. માણસ પર કાબૂ બહાર જતું રહેશે તેવી આગાહી કરેલ જે બાબતે જાગૃત રહેવાની જરૂર છે.
એ.આઇ. બાબતની આવી આગાહી સામે શું આપણે એનું એ.આઇ. ન બનાવી શકીએ કે જે મનુષ્યને નબળો નહીં પણ સાચા અર્થમાં વધુ સમૃધ્ધ બતાવે. આપણો ઉદ્દેશ અબજો લોકોને વ્યવહારુ લાભ પહોંચાડવાનો હોવો જોઇએ. આ સીસ્ટમ હંમેશા માનવતાને આધીન જ રહેવી જોઇએ. આપણે એ.આઇ. પ્રત્યે એવા અભિગમની જરૂર છે જે માનવતાને ટેકો આપે. સર્જનાત્મકતાને પ્રોત્સાહન થાય અને આપણા પર્યાવરણનું રક્ષણ કરે. કોઇ પણ ટેકનોલોજી કે એ.આઇ. કરતાં મનુષ્ય વધુ મહત્ત્વપૂર્ણ છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે