સાહિત્ય આપણા જીવનનું મઘમઘતું ફૂલ છે. સાહિત્યમાં ગદ્ય-પદ્ય, નિબંધ-ચિંતન વગેરે આવી જાય છે. સાહિત્યનાં આ સ્વરૂપો એટલાં સુંદર હોય છે કે જે આપણા હૃદયને હરિયાળું બનાવે છે. ક્યારેક કોઇ વાર્તા વાંચ્યા પછી આપણા જીવનનો માર્ગ બદલાઇ જાય છે તો ક્યારેક નવા માર્ગ પર ફૂલો ઉગાડીને તેની વાડી બનાવવાની ઇચ્છા થાય છે. વિજ્ઞાન માટેની કટાર વાંચીને અંધશ્રધ્ધા પણ દૂર થાય છે અને એનાથી મુક્ત થયા પછી જીવવાની મઝા આવે છે. દરેક ભાષાનું સાહિત્ય આપણને કંઇક ને કંઇક શીખવે જ છે.
સંસ્કૃત ભાષાનાં સુભાષિતોમાં જીવનનું બધું ડહાપણ ભરેલું છે. તે સજ્જનોની મૈત્રી કરવાનું અને દુર્જનોથી દૂર રહેવાની ટકોર કરે છે. હિન્દી સાહિત્યની વાર્તા સજ્જનોની મૈત્રી કરવાનું અને દુર્જનોથી દૂર રહેવાની ટકોર કરે છે. હિન્દી સાહિત્યની વાર્તા વાંચતાં બીજાં શહેરોની જીવનશૈલી ત્યાંના સંસ્કાર જાણવા મળે છે. પહાડની વાત વાંચી એનું શિખરસૌંદર્ય જોઇ એને જાણે બાળક મન વાત કરવાની ઇચ્છા કરે છે. સાહિત્યકારોને આપણે બિરદાવીને એમનું ઋણ ચૂકવવું જોઇએ. આપણે પણ સાહિત્યનું રસપાન કરતાં કરતાં કદાચ સાહિત્યકાર બની શકીએ ત્યારે તો મઝાની વાત જ ન પૂછો.
રાંદેર રોડ, સુરત- રેખા ન. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે