Charchapatra

એઆઈનો અવિચારી ઉપયોગ

 એ.આઈ.ની ટેકનિકલ વિગતો વિશે મને જાણકારી નથી પરંતુ લોકો પરસ્પર વાતચીતમાં એ.આઈ. માનવજાત માટે ફાયદાકારક છે કે ખતરનાક એવી ચર્ચા કરતા જોવા મળે છે. વિશ્વમાં અનેક લોકો પોતાની સામાજિક સમસ્યાઓનું સમાધાન લાવવા માટે એ. આઈ. નો ઉપયોગ કરી રહ્યાં છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે લોકો આપઘાત કરવા માટેના વિવિધ વિકલ્પો પૈકી કયો વિકલ્પ શ્રેષ્ઠ છે તે જાણવા માટે પણ એ. આઇ.નો ઉપયોગ કરે છે. વર્તમાન સમયમાં લોકો જીવંત માણસ સાથે વાત કરવાના બદલે એ. આઈ. સાથે વધુ સંપર્કમાં રહીને પોતાની સમસ્યાનું સમાધાન શોધી રહ્યાં છે.

બે વ્યક્તિ વચ્ચે જે રીતે સંવેદના કે લાગણીનું જોડાણ હોય છે એવું એ.આઈ. સાથે ક્યારેય સંભવિત નથી. માણસ પોતાની એકલતા દૂર કરવા માટે પણ એ.આઈ. નો ઉપયોગ કરી રહ્યો છે. લોકો પોતાનો સ્ટ્રેસ કે તણાવ દૂર કરવા માટે કે પોતાની વેદના અને હતાશા દૂર કરવા માટે પણ એ. આઈ. નો વ્યાપકપણે ઉપયોગ કરતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ તે મુજબ વર્તમાન ટેકનોલોજીના યુગમાં સોશ્યલ મીડિયાના ઉપયોગનો અતિરેક થઈ ગયો છે. જો એ.આઈ.નો સમજપૂર્વક કરવાના બદલે લોકો એનો અવિચારીપણે ઉપયોગ કરશે તો માનવજાતે એનાં ખરાબ પરિણામો ભોગવવાની પણ તૈયારી રાખવી પડશે.
નવસારી           -ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top